December 15, 2024

સ્વેટરની સાથે રેઈનકોટ પણ તૈયાર રાખજો… અંબાલાલ પટેલે હાડ થીજવતી ઠંડી સાથે વરસાદની કરી આગાહી

Weather Update: છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં કકડતી ઠંડી પડી રહી છે. ત્યારે હવે ઠંડીને લઈ હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે. આગાહી કરતા અંબાલાલ પેટલે જણાવ્યું કે, 14 થી 16 ડિસેમ્બર હવાનું જોર રહેશે. તેમજ 25 કિમી ઝડપી પવન ફૂંકાશે. આ સિવાય બંગાળ ઉપસાગરમાં લો પ્રેસર બનતા વરસાદની શક્યતાઓ પણ છે. તેમજ 17 ડિસેમ્બરથી મહત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે.

ઠંડીને લઈને અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં લધુત્તમ તાપમાન 12 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતાઓ છે. તો 16 ડિસેમ્બરથી 22માં ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણની શક્યતા છે. 26 ડિસેમ્બર પછી બંગાળના ઉપસાગરમાં બીજુ લો પ્રેસર બનવાની સંભાવના છે. જોકે, બીજુ લો પ્રેસ બનતા ગુજરાતના હવામાનમાં ફેરફાર થવાની શક્યતા છે. આ સિવાય જાન્યુઆરીમાં ભારે પવનના તોફાનો અને કરા પડવાની શક્યતા રહેશે.

આ પણ વાંચો: દિલ્હી-UP સહિત 11 રાજ્યોમાં કકડતી ઠંડી, ધુમ્મસને લઈ હવામાન વિભાગે આપી ચેતવણી