December 23, 2024

એલોવેરા વાળ માટે છે ખૂબ જ ફાયદાકારક, આ સાથે આ સમસ્યાને પણ કરશે દૂર

Aloe Vera Hair Benefits: એલોવેરા તમારી ત્વચાની સાથે તમારા વાળ માટે પણ ફાયદાકારક છે. ખાસ કરીને એલોવેરા વાળ માટે ખૂબ ફાયદાકારક છે. આવો જાણીએ કે વાળ માટે કેવી રીતે ફાયદાકારક છે એલોવેરા.

વાળનો ગ્રોથ વધારવો
જો તમારે વાળ લાંબા અને જાડા કરવા છે તો તમારે એલોવેરાનો ઉપયોગ કરવાનો રહેશે. જેના માટે તમારે 2 ચમચી એલોવેરા જેલ રહેવાનું રહેશે અને તેમાં તમારે ટોપરાના તેલને મિક્સ કરવાનું રહેશે. આ પેસ્ટને તમારે વાળમાં લગાવવાનું રહેશે અને 1 કલાક સુધી રાખો. આ માસ્કને તમારે અઠવાડિયામાં બે વાર લગાવવાનું રહેશે. આવું કરવાથી તમારા વાળમાં થોડા જ સમયમાં ફેરફાર જોવા મળશે.

વાળ બને છે ચમકદાર
એલોવેરાને તમારા વાળ પર લગાવવાથી તમારા વાળમાં ચમક આવશે. જેના માટે તમારે એલોવેરા લઈને તેમાં તલનું તેલ નાંખીને વાળમાં લગાવો. તેને એક કલાક રાખો અને પછી તેને હૂંફાળા પાણીથી ધોઈ છો. આ માસ્કને તમારે અઠવાડિયામાં બે વાર લગાવવાનું રહેશે. આવું કરવાથી તમારા વાળ થોડા જ સમયમાં ચમકદાર લાગવવા લાગશે.

વાળ બને છે મુલાયમ
એલોવેરા તમારા વાળને મુલાયમ બનાવવા મદદ કરે છે. તમારા વાળ સિલ્કી બની જશે. તમારે 2 ચમચી એલોવેરા જેલમાં 1 પાકેલું કેળું. 1 ચમચી બદામ તેલ ઉમેરવાનું રહેશે. આ પેસ્ટને તમારે 30 મિનિટ સુધી લગાવવાની રહેશે. થોડા જ સમયને અંદર તમારા વાળ મલમલ જેવા થઈ જશે અને નરમ પણ થઈ જશે.

આ પણ વાંચો: દિવાળીમાં ફરવા જવાનો પ્લાન હોય તો આ જગ્યાઓ છે સૌથી બેસ્ટ

વાળની ​​ડીપ કન્ડીશનીંગ
એલોવેરા તમારા વાળને ડીપ કન્ડીશનીંગ કરવામાં મદદ કરશે. જેના માટે તમારે 2 ચમચી એલોવેરા જેલમાં 2 ચમચી ઓલિવ તેલ મિક્સ કરવાનું રહેશે.આ પછી તેને 30 મિનિટ સુધી રહેવા દો. પછી તમારે વાળને ધોઈ લેવાનું રહેશે. આ પેસ્ટને તમારે અઠવાડિયામાં 2 વાર લગાવવાનું રહેશે.