December 27, 2024

વધુ પડતી બદામ ખાશો તો થશે આ નુકસાન

Almonds Side Effects: બદામ ખાવાના ફાયદાઓ તો તમે સાંભળ્યા જ હશે. પરંતુ આજે અમે તમને બદામને જો વધારે પડતી ખાવામાં આવે તો તેના નુકસાન વિશે જણાવવાના છીએ. આવો જાણીએ કે વધારે પડતી બદામને ખાવાથી નુકસાન શું થશે. તેની સાથે એ પણ જાણો કે એક દિવસમાં વધુને વધુ કેટલી બદામ ખાવી જોઈએ.

બદામ ખાવાના ગેરફાયદા

કબજિયાત
બદામમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર જોવા મળે છે. વધુ પડતી બદામ ખાવાથી તમને કબજિયાતની સમસ્યા થઈ શકે છે. જેના કારણે જો તમને કબજિયાતની સમસ્યા હોય તો તમારે માત્રામાં તેનું સેવન કરવું જોઈએ.

ગેસ
જે લોકોને ગેસની સમસ્યા હોય તે લોકોએ બદામનું સેવન માત્રામાં કરવું જોઈએ. જો વધુ પડતી માત્રામાં તમે બદામનું સેવન કરો છો તો તમને ગેસની સમસ્યા થઈ શકે છે.

એલર્જી
જો તમને કોઈપણ પ્રકારની એલર્જી હોય તો તમારે કોઈપણ અખરોટનું સેવન માત્રામાં કરવું જોઈએ. જો તમે બદામ એલર્જી હોવા છતાં વધારે ખાવ છો તો તમને બીજી સમસ્યા પણ થઈ શકે છે.

આ પણ વાંચો:  શિયાળામાં આ રીતે સરળ રીતે બનાવો બાજરાના રોટલા, ફાટ્યા વગર બનશે એકદમ મસ્ત

વજનમાં વધારો
ઘણા લોકો એવું પણ માને છે કે બદામ ખાવાથી વજનમાં વધારો થતો નથી. પરંતુ તમને જણાવી દઈએ વધારે બદામ ખાવાથી પણ તમારા વજનમાં વધારો થઈ શકે છે. કારણ કે બદામમાં કેલેરી પણ હોય છે. જેના કારણે બદામનું સેવન કરો છો તો પણ માત્રામાં કરો.

એક દિવસમાં કેટલી બદામ ખાવી જોઈએ?
સ્વસ્થ રહેવા માટે તમારે દિવસમાં લગભગ 5-6 બદામ ખાવી જોઈએ. જેનાથી વધારે બદામ ખાવી શરીર માટે નુકસાનકારક થઈ શકે છે. પલાળીને ખાવાથી તેના ફાયદાઓ વધારે છે.