બદામના તેલના છે અઢળક ફાયદાઓ, આ સમસ્યાને કરશે દૂર
Almond: બદામ ખાવાના ફાયદા તો તમે જાણતા હશો પરંતુ શું તમને ખબર છે કે તમારી ત્વચા માટે પણ બદામનું તેલ ફાયદાકારક છે. ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે તમે બદામના તેલનો ઉપયોગ કરી શકો છો. બદામના તેલના શું છે ફાયદાઓ આવો જાણીએ.
ડાર્ક સર્કલ ઓછા થાય છે
કોમ્પ્યુટર અને ફોનને લાંબા સમય સુધી જે લોકો વાપરતા હોય છે તેમને ડાર્ક સર્કલ થવાની સમસ્યા થઈ શકે છે. કેવા પણ ડાર્ક સર્કલ હશે તે બદામનું તેલ લગાવીને તમે દુર કરી શકો છો. વિટામીન E ને કારણે તે ત્વચાને ચમકદાર બનાવે છે, જે ડાર્ક સર્કલ પણ આછા કરી દે છે.
ડાઘ ઘટાડે છે
બદામના તેલમાં હાજર વિટામિન E ત્વચા પરના ફોલ્લીઓની સાથે ડાઘ ઘટાડે છે. તમારી ચામડીને ચમકદાર બનાવે છે.
આ પણ વાંચો: લસણ નાંખીને આ રીતે બનાવો તીખી તમતમતી તીખારી
કરચલીઓ દુર કરે છે
બદામનું તેલ લગાવાથી તમારા ચહેરા પર કરચલી દુર થાય છે. તમે જો બદામનું તેલ લગાવો છો તમારા ચહેરા પર ચમક આવશે. જીવનશૈલી અને આહારના કારણે ઘણા લોકોમાં ઉંમર પહેલા પણ ચહેરા પર કરચલીઓ જોવા મળે છે.
સ્ટ્રેચ માર્કસ ઘટાડે છે
બદામનું તેલ લગાવવાથી સ્ટ્રેચ માર્ક્સને પણ તમે દુર કરી શકો છો. ગર્ભાવસ્થા દરમિયાન અથવા અન્ય ઘણા કારણોસર મહિલાને સ્ટ્રેચ માર્ક્સ થઈ શકે છે. જેને ઓછા કરવા માટે બદલામનું તેલ ફાયદાકારક છે.