January 19, 2025

અલ્લુની ધરપકડ પર વરૂણ ઊતર્યો સમર્થનમાં, કહ્યું તમે લોકોને આટલું જ કહી શકો

Allu Arjun Arrest: અલ્લુ અર્જુનની હૈદરાબાદ પોલીસે ધરપકડ છે. આ પછી એક બાદ એક ફિલ્મ સ્ટાર્સ તેના સમર્થનમાં સામે આવી રહ્યા છે. આ વચ્ચે બોલિવૂડ એક્ટર વરુણ ધવને આ અંગે કહ્યું કે આ માટે અભિનેતાને જવાબદાર ન ઠેરવી શકાય.

આ પણ વાંચો:Allu Arjun Arrest: અલ્લુ અર્જુનને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો

અલ્લુ અર્જુનની ચર્ચા
અલ્લુ અર્જુન છેલ્લા ઘણા દિવસથી ચર્ચામાં છે. પુષ્પા-2’ની સાથે અલ્લુ અર્જુનની પણ એટલી જ ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મ રિલીઝ થતાની સાથે માર્કેટમાં ધૂમ મચાવી રહી છે. પરંતુ ફિલ્મના પ્રીમિયર દરમિયાન એક મહિલાનું થયું હતું. જે કેસમાં પોલીસે અલ્લુ અર્જુનની આજના દિવસે ધરપકડ કરી છે અને આ પછી તેને 14 દિવસની જેલમાં મોકલવામાં આવ્યો છે. તેની ધરપકડ થતાની સાથે હોબાળો થઈ ગયો છે. ચાહકોએ આ વિશે સોશિયલ મીડિયામાં વિરોધ કર્યો છે. ચાહકોની સાથે ફિલ્મ સ્ટાર્સ પણ તેના સમર્થણ ઉતર્યા છે. વરુણ ધવને જયપુરમાં એક કાર્યક્રમમાં કહ્યું કે, ‘સુરક્ષાના કારણોસર એક અભિનેતાને જવાબદાર ઠેરવી શકાય નહીં. તમે ફક્ત લોકોને બોલવા માટે જ કરી શકો છો. જો કે, મૃતકના પરિવાર પ્રત્યે મારી સંવેદના છે. આ માટે કોઈપણ અભિનેતાને જવાબદાર ન માની શકો.