ઓલપાડ પી.આઇનો સકારાત્મક અભિગમ ‘May i help you’

ઓલપાડ પી.આઇનો સકારાત્મક અભિગમ: પોલીસ સ્ટેશન આવતા બાળકો, મહિલાઓ અને વૃદ્ધો માટે શરૂ કર્યું સાત્વના કેન્દ્ર, મહિલા પોલીસ કર્મી પો.સ્ટેમાં આવનાર લોકોને ઉષ્માભેર આવકાર આપ્યા બાદ કાયદાની સમજણ આપે છે. પોલીસ પ્રજાની મિત્ર છે ડરવાની જરૂર નથી.

આમ તો સામાન્ય રીતે સુરત જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં પી.એસ.ઈ.ની કેબીન બહાર લખ્યું હોય છે may i help you (શું હું આપને મદદ કરી શકું છું) છતાં લોકો પોલીસ સ્ટેશન આવતા ડરે છે. મનમાં પોલીસનો ડર હોય છે, પરંતુ લોકોના મનમાંથી ખાસ કરીને બાળકો, મહિલા અને વૃદ્ધોમાં જે ડર હોય છે જે દૂર કરવા ઓલપાડ પોલીસ દ્વારા એક સકારાત્મક અભિગમ સાથે સાત્વના કેન્દ શરૂ કર્યું છે. જ્યાં મહિલા પોલીસકર્મી પોલીસ સ્ટેશન આવતા બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને સાચી સમજણ અને સાચી માહિતી મળે એ માટે સાત્વના કેન્દ્ર શરૂ કર્યું છે અને તેના પરિણામ પણ સકારત્મક આવી રહ્યા છે.

સુરત જિલ્લા પોલીસવડા હિતેશ જોઈસર દ્વારા અવારનવાર જન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે. પોલીસ પ્રજાની મિત્ર છે અને પોલીસથી ડરવાની જરૂર નથી. પોલીસ કાયદો અને વ્યવસ્થા હાથમાં લે ત્યારે ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો સામે જ કડક છે. બાકી પોલીસની મદદ માંગનારા અને ફરિયાદી માટે પોલીસ સતત મદદ કરવા તૈયાર બેઠી છે. પરંતુ ખાખીના નામથી બાળકો, મહિલાઓ અને વૃદ્ધો ડરી જાય છે. સામાન્ય રીતે પોલીસ સ્ટેશન આવતા પણ લોકોને ડર લાગે છે. આવા સમયે પોલીસ ખરા અર્થમાં પ્રજાના મિત્ર છે. પોલીસથી માત્ર ગુનાહિત માનસ ધરાવતા લોકોએ ડર વાનું છે. બાકી આમ જનતાની સેવામા પોલીસ ખડેપગે હાજર છે. શું કહ્યું ઓલપાડ પી.આઈએ…

ઓલપાડ પોલીસ સ્ટેશનના પી.આઈ ચેતન જાદવ હંમેશા જનહિતના અને જનજાગૃતિના કામોથી હંમેશા તેમની નોંધ લેવામાં આવે છે. પોલીસ રીઢા આરોપીઓ સામે કડક છે, બાકી આમ જનતા માટે પોલીસ હંમેશા મિત્ર બની કામગીરી છે. કાયદો અને વ્યવસ્થા જળવવા પોલીસની પ્રથમ પ્રાયોરિટી છે. ગુજરાત પોલીસનું એક સૂત્ર છે સેવા, સુરક્ષા અને શાંતિ.. બસ આ સૂત્રને ઓલપાડ પોલીસે સાકર કર્યું છે. પોલીસ સ્ટેશન આવતા બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને સાચી સમજણ મળે અને ન્યાય મળે એ હિતુથી સાત્વના કેન્દ્ર શરૂ કર્યું છે જેના સારા પરિણામ આવી રહ્યા છે. એક મહિલા પોલીસ કર્મી પો.સ્ટેમાં આવતા ફરિયાદીઓ તેમજ તેમના બાળકો, પરિવારના સભ્યો પો.સ્ટે આવે ત્યારે તેમને આવકાર આપવામાં આવે છે. ત્યાર બાદ કાયદાની સમજણ આપવામાં આવે છે.

થોડા સમય પહેલા રેન્જ આઈ.જી અને સુરત જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ બેંકો સાથે સંકલન કરી જરૂરિયાતમંદોને બેંક લોન અપાવી હતી. આજે તેઓ રોજગારી મેળવી રહ્યા છે. હિતેશ જોઇસરની આ પહેલના સારા પરિણામ મળ્યા બાદ ઊંચ પોલીસ અધિકારી દ્વારા અનેક જનજાગૃતિના પ્રયાસ થકી પોલીસ અને પ્રજાની જે દુરિયાં હતી અને હવે ઓછી થઈ છે. પોલીસ પ્રજાની મિત્ર છે એ વાતને ઓલપાડ પોલીસે સાર્થક કરી બતાવી છે.