પાપલીલા કે વસૂલી! ગુજરાત યુનિવર્સિટીના અધ્યાપક પર આક્ષેપ, પત્ર વાયરલ થતાં મચ્યો ખળભળાટ
Ahmedabad: અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીના વધુ એક અધ્યાપકની પાપલીલા સામે આવી છે. આંકડાશાસ્ત્ર વિભાગના અધ્યાપકે એવી કરતૂત કરી છે જે બાદ ચકચાર મચી જવા પામી છે. હાલ અધ્યાપક દ્વારા વિદ્યાર્થીનીઓને પરેશાન કરવામાં આવતી હોવાનો પત્ર વાયરલ થયો છે. જોકે, હાલ પત્ર કોણે લખ્યો તે હજી સુધી સ્પષ્ટ થયું નથી.
મળતી માહિતી અનુસાર ગુજરાત યુનિવર્સિટીના આંકડાશાસ્ત્ર વિભાગના અધ્યાપકની લીલાઓ સામે આવી છે. સ્કુલ ઓફ સાયન્સમાં અધ્યાપક તરીકે ફરજ બજાવતા પ્રો. પ્રવિન્દર સિંઘ સર પર એક પત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. જેમા વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ અને અપમાન કરતા હોવાનો આક્ષેપ કરાયો છે. આ સિવાય અધ્યાપક દ્વારા વિદ્યાર્થીનીઓને પરેશાન કરવામાં આવતી હોવાનો આરોપ પણ મૂકાયો છે. CCTVથી અધ્યાપક વિદ્યાર્થીનીઓને કેમેરામા જોતા હોવાનો પત્રમાં આક્ષેપ કરાયો છે. તેમજ લેડિઝરૂમમાં સીસીટીવી હોવાનું પણ સામે આવ્યું છે.
આ પણ વાંચો: 471 દિવસ પછી ઘર વાપસી… પરિવારજનોથી મળી ભાવુક થઈ ત્રણ ઈઝરાયલી મહિલાઓ
પત્રમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, અધ્યાપક પ્રવિન્દર સર્વીસ ટેક્સ લે છે. આ સિવાય પ્રોફેસર વિવિધ સેવાઓના અલગ અલગ ચાર્જ લેતો હોવાનો ઉલ્લેખ કરાયો છે. તેમજ
ખોટી હાજરી પુરવાના 1500 ચાર્જ, ઇન્ટરનલ માર્ક, લેટ સબમીશન ફી, વાઇવાના માર્ક,એસટી બસ અને ટ્રેનના ચાર્જ લેતા હતા. સહી સિક્કાના 500- 500 રૂપિયા ચાર્જ લેતો હોવાનો આક્ષેપ, કોરી ઉત્તરવહી સહી કરીને પેપર ઘરે લખવાની સુવીધાનો ચાર્જ લેવાતો હતો. આ સિવાય એક સેમેસ્ટરમા તમામ સુવિધાના કોમ્બોપેકના 6000 લેવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.