January 17, 2025

રવિવારે ખુલ્લી રહેશે દેશની તમામ બેંકો, કારણ છે ખાસ

Banks Open On Sunday: આ મહિને 31 માર્ચના દિવસે રવિવાર છે. તેમ છતાં દેશની તમામ બેંકો ખુલી રહેશે. RBIએ તમામ બેંકોને 31 માર્ચના રવિવાર હોવા છતાં બેંકો ખુલી રાખવા માટે વિનંતી કરી હતી. જેના કારણે બેંકના અનેક લેવડ-દેવડના જરૂરી કામ પુરા થઈ શકે. જેનો તમામ બેંકોએ સ્વિકાર કર્યો છે. આથી 31 માર્ચને રવિવારે દેશના તમામ બેંકો ખુલ્લી રહેશે.

સામાન્ય લોકોનું પણ થશે કામ
રિઝર્વ બેંકના જણાવ્યા મુજબ, રવિવારના દિવસે સામાન્ય લોકોના પણ કામ થશે. આ દિવસ પણ સામાન્ય દિવસની જેમ જ હશે. સામાન્ય લોકોને પણ દરરોજ થતા કામોને આ દિવસે પણ કરી આપવામાં આવશે. RBIના ચીફ જનરલ મેનેજર સુનીલ ટી એસ નાયરે આ અંગે આદેશ આપ્યો છે.

નોંધનીય છેકે, સામાન્ય રીતે 31 માર્ચ ચાલુ નાણાકિય વર્ષનો અંતિમ દિવસ છે. આ દિવસે બેંકમાં ક્લોઝિંગનું કામ થાય છે. આ દિવસે NEFTની સેવા પણ ચાલુ રહે છે. સામાન્ય રીતે આ સેવા રવિવારના દિવસે બંધ રહે છે. આજથી 5 વર્ષ પહેલા એટલે કે 2019ના દિવસે પણ આ રીતે જ બેંકોનું કામ ચાલુ રખાયું હતું. 2019માં પણ 31 માર્ચના દિવસે રવિવાર હતો. આથી ત્યારે પણ બેંકની સેવાઓ ચાલુ હતી.

ઈન્કમ ટેક્સની ઓફિસો પણ રહેશે ખુલ્લી
ઇન્કમ ટેક્સની ઓફિસોમાં સામાન્ય રીતે શનિવાર અને રવિવારના રજા હોય છે, પરંતુ આ મહિનાના અંતમાં આવનારા શનિવાર અને રવિવારના દિવસે ઇન્કમટેક્સની ઓફિસો ખુલી રહેશે. આવતા અઠવાડિયે 31 માર્ચના શનિવાર અને રવિવારના દિવસે ઇન્કમટેક્સની ઓફિસો ખુલી રહેશે. મહત્વનું છેકે, ઇન્કમટેક્સ વિભાગ પાસે ઘણા લાંબા સમયથી કેટલીક અરજીઓ અને કામ બાકી છે. તેને કરવા માટે દેશભરની તમામ ઇન્કમટેક્સ ઓફિસો 29,30 અને 31 માર્ચના ખુલી રહેશે.