December 19, 2024

ડીપફેક પર એલન મસ્કની મોટી યોજના

Elon Musk News: ટેક્નોલોજીના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે. કારણ કે સાયબર ગુનેગારો લોકોને છેતરવા માટે એવી એવી રીત અપનાવી રહ્યા છે, જે તમે કયારે પણ વિચાર્યું પણ નહીં હોય. હવેથી છેલ્લા કેટલાક દિવસોથી, છેતરપિંડી કરવા માટે ડીપફેકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્યારે આ ડીપફેકને નિયંત્રિત કરવા માટે એલન મસ્ક  X પર એક નવું ફીચર આવી રહ્યું છે.

ઝડપથી વધારો થયો
ટેક્નોલોજીએ આપણું જીવન ખૂબ જ સરળ બનાવી દીધું છે. પરંતુ તેની સામે છેતરપિંડીના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સાયબર ગુનેગારો લોકોને છેતરવા અવનવા રસ્તા અપનાવી રહ્યા છે. હવે તો ડીપફેક નામની નવી પદ્ધતિ લાવી દીધી છે. પરંતુ આ ડીપફેકને રોકવા માટે ટેસ્લા અને સ્પેસએક્સના માલિક એલન મસ્કે પણ તૈયારી કરી દીધી છે. એલન મસ્ક X પર એક નવું ફીચર આપી દેશે.

આ પણ વાંચો: iPhone જેવો ફોન 330ની EMI પર લાવો, ઓફર ઉપલબ્ધ

સરળતાથી તફાવત
ડીપફેકના વધતા જતા કેસોને રોકવા X પર એક નવું ફીચર લાવી દેવામાં આવશે. માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X પર વપરાશકર્તાઓને એક નવી સુવિધા મળશે. જેના થકી વાસ્તવિક અને નકલી સામગ્રી વચ્ચે સરળતાથી તફાવત સમજ આવી જશે. એલન મસ્કે આ માહિતી એલન મસ્કએ આપી છે. જેમાં તેણે કહ્યું કે X પર વપરાશકર્તાઓ માટે સુધારેલી ઇમેજ મેચિંગ માટે એક નવું અપડેટ લાવવામાં આવી રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે આ નવું અપડેટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં ડીપફેક તેમજ શેલોફેક સામગ્રી પર કડક નજર રાખશે. આ એવું ફીચર છે કે જે તરત જ નકલી અને નકલી ફોટાની ઓળખ કરશે. મસ્કે આપેલી માહિતી અનુસાર, નવી અપડેટ 30 ટકાથી વધુ પોસ્ટ પર નોંધો બતાવશે જેમાં ફોટા અન્ય ફોટા જેવા અથવા સમાન છે. તેમણે વધુમાં કહ્યું કે આ પગલું ડીપફેકને રોકવામાં મોટી મદદરૂપ બની રહેશે.