January 16, 2025

‘શંભુ’ ગીતમાં તાંડવ કરતો જોવા મળ્યો અક્ષય કુમાર, Video થયો વાયરલ

‘OMG 2’માં શિવભક્તની ભૂમિકા ભજવ્યા બાદ અક્ષય કુમારે હવે મહાદેવ માટે નવું ગીત ‘શંભુ’ રિલીઝ કર્યું છે. ‘શંભુ’ ગીતમાં અક્ષય કુમારે માત્ર પાત્ર ભજવ્યું જ નહીં પરંતુ તેના અવાજમાં સૂર પણ ઉમેર્યા છે. બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર પણ હવે ગાયક બની ગયો છે અને તેણે મહાદેવ માટે આ ગીત ગાયું છે. અક્ષય કુમારનું ‘શંભુ’ નામનું ગીત રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું છે.

અક્ષય કુમારનું ‘શંભુ’ ગીત રિલીઝ થયું

અક્ષય કુમારે તાજેતરમાં જ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ‘શંભુ’ ગીતના સંપૂર્ણ રિલીઝનું અપડેટ શેર કર્યું છે. અક્ષય કુમારે ‘શંભુ’ ગીતમાં પોતાનો અવાજ આપ્યો છે, જ્યારે તેનું નિર્દેશન ગણેશ આચાર્યએ કર્યું છે. આ ગીતમાં અક્ષય કુમારનો લુક ફિલ્મ ‘OMG 2’ જેવો છે, જેમાં તેણે ભગવાન શિવના દૂતની ભૂમિકા ભજવી હતી. ‘શંભુ’ ગીત વિક્રમ મોન્ટ્રોઝે કમ્પોઝ કર્યું છે અને ગીતો અભિનવ શેખરે લખ્યા છે. આ ગીત અક્ષય કુમારે સુધીર યદુવંશી અને વિક્રમ મોન્ટ્રોઝ સાથે ગાયું છે.

 

View this post on Instagram

 

A post shared by Akshay Kumar (@akshaykumar)

અક્ષય કુમારે પહેલીવાર પોતાના અવાજમાં ગીત ગાયું નથી. શંભુ પહેલા પણ અક્ષય કુમારે ઘણા ગીતોમાં પોતાનો અવાજ આપ્યો હતો. અભિનેતાએ ટશન ફિલ્મમાં એક ગીત પણ ગાયું હતું. ત્યારબાદ અભિનેતાએ સ્પેશિયલ 26માં મુઝ મેં તુ ગીત ગાયું. સ્પેશિયલ 26નું આ ગીત ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. અક્ષયના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેતા છેલ્લે મિશન રાનીગંજમાં જોવા મળ્યો હતો, જ્યારે હવે અભિનેતા બડે મિયાં છોટે મિયાંમાં તેના એક્શનથી પ્રભાવિત થતો જોવા મળશે.