January 15, 2025

KKRનો આગામી કેપ્ટન અજિંક્ય રહાણે બનશે?

Ajinkya Rahane: IPL 2025માં ઘણી ટીમોની કેપ્ટનશિપમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. KKRએ 2024માં શ્રેયસ અય્યરની કપ્તાની હેઠળ IPLનો ખિતાબ જીત્યો હતો. હવે આવનારી સિઝનમાં KKR ટીમની કમાન કોને સોંપશે તેને લઈને ચર્ચાઓ થઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે અજિંક્ય રહાણેને કેપ્ટન બનાવવા પર KKR વિચારી રહ્યું છે.

આ પણ વાંચો: સૂર્યકુમાર યાદવે બહેનને આપી વિદાય, લગ્નના ફોટો શેર કરી લખી આ વાત

કેપ્ટનશિપ માટે ખરીદ્યો છે
એક અહેવાલમાં આપેલી માહિતી પ્રમાણે KKR અજિંક્ય રહાણે કેપ્ટનશિપ માટે ખરીદ્યો છે. મેગા ઓક્શન દરમિયાન કોલકાતાની ટીમે તેને 1.5 કરોડ રૂપિયાની બેઝ પ્રાઈસ પર ખરીદ્યો હતો. એક માહિતી પ્રમાણે 90 ટકા નક્કી છે કે અજિંક્ય રહાણે KKRનો કેપ્ટન હોય શકે છે. તેને કપ્તાની માટે ખરીદવામાં આવ્યો છે. આ પહેલા વેંકટેશ ઐયરને લઈને પણ એવા અહેવાલ હતા કે તેને ટીમની કમાન સોંપવામાં આવી શકે છે. પરંતુ કેપ્ટન બનાવવા અંગે કોઈ સત્તાવાર માહિતી હજૂ સુધી સામે આવી નથી.