રેલવેના નિયમોની ઐસી-તૈસી: એક વ્યક્તિ બકરી લઇને એક્સપ્રેસ ટ્રેનના AC કોચમાં ચડ્યો
Man With Goat in Train: યુપીના બલિયાથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ તેની 2 બકરીઓ સાથે ટ્રેનના 3rd AC કોચમાં ઘૂસી જાય છે. જ્યારે મુસાફરો આનો વિરોધ કર્યો ત્યારબાદ તે કોચમાંથી ભાગવા લાગ્યો હતો.
શું છે સમગ્ર મામલો?
આ મામલો યુપીના બલિયામાં સિયાલદાહ એક્સપ્રેસનો છે, જેમાં બલિયાથી સિયાલદહ સુધીના 3rd AC કોચમાં 2 બકરીઓ મુસાફરી કરતા જોવા મળ્યા હતા. એક વ્યક્તિ 2 બકરીઓ સાથે ટ્રેન નંબર 13106ના 3rd AC કોચમાં ઘૂસી ગયો હતો. એક તરફ રેલવે મુસાફરોની સુરક્ષા માટે તમામ વ્યવસ્થા કરે છે તો બીજી તરફ મુસાફરોની આવી હરકતો ભારતીય રેલ્વેની બદનામી પણ કરે છે. એવું કહેવામાં આવ્યું હતું કે તે 3rd AC કોચ હતો, પરંતુ વીડિયો જોતા એવું લાગી રહ્યું હતું કે તે સામાન્ય બોગી છે. જ્યારે લોકો બકરી સાથે 3rd ACમાં પ્રવેશ કરે છે ત્યારે રેલવેની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉઠી રહ્યા છે.
આ પણ વાંચો: રાજ્યના કર્મચારીઓના હિતમાં કેબિનેટ બેઠકમાં મોટા નિર્ણયો, ચાર રજૂઆતોનો સ્વીકાર કરાયો
નોંધનીય છે કે ભારતીય રેલવેની ટ્રેનો દ્વારા દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે, પરંતુ ઘણી વખત એવું સામે આવ્યું છે કે રેલ્વેના નિયમોની સરેઆમ અવગણના કરવામાં આવે છે. મોટાભાગના કિસ્સાઓ રિઝર્વેશન વિના સ્લીપર કે એસી કોચમાં બેસવાના છે, જેમાં લોકો દાદાગીરીના આધારે ટિકિટ વિના અન્યની સીટ પર કબજો જમાવી લે છે.
તહેવારોની સિઝન નજીક આવતાં એસી કોચની હાલત જનરલ ડબ્બા જેવી થઈ જાય છે અને સામાન્ય ટિકિટ ધરાવતા મુસાફરો પણ તેમાં પ્રવેશ કરે છે. આવી સ્થિતિમાં, એસીમાં રિઝર્વેશન કરાવતા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ભારે ભીડને કારણે મુસાફરો તેમની સીટ પર આરામથી સૂઈ શકતા નથી.
આ પણ વાંચો: મહાકુંભ દરમિયાન માંસ અને દારૂનું વેચાણ નહીં થાય, CM યોગીની કડક સૂચના
ભારતીય રેલ્વે તહેવારોના સમયમાં વિશેષ ટ્રેનો ચલાવે છે, પરંતુ મુસાફરોની સંખ્યા વધુ હોવાને કારણે ભીડ જોવા મળે છે. ઘણી વખત આ અરાજકતામાં મુસાફરો ઘાયલ પણ થાય છે. ઘરે પહોંચવાની ઉતાવળમાં પ્રવાસીઓ ક્યારેક પોતાનો જીવ પણ જોખમમાં મૂકે છે.