December 22, 2024

શું બચ્ચન પરિવારમાં પડી તિરાડ? Aishwarya-Abhishek કર્યું એવું કે લોકોને મળી હિંટ

મુંબઈ: છેલ્લા ઘણા સમયથી એશ્વર્યા અને અભિષેક બચ્ચન વચ્ચે અણબનાવની કેટલીક વાતો સામે આવી રહી છે. બન્ને વચ્ચે હાલ કઇ બરાબર ચાલી રહ્યું નથી. તેમજ એવી પણ અટકળો છે કે બન્ને ટૂંક સમયમાં છૂટાછેડા લઇ શકે છે. જોકે, થોડા સમય પહેલા ઐશ્વર્યા રાયે તેની માતાનો જન્મદિવસ તેની પુત્રી સાથે એકલા મનાવ્યો હતો. હવે અભિષેક અને ઐશ્વર્યાએ કંઈક એવું કર્યું છે જેનાથી એવું લાગે છે કે બચ્ચન પરિવાર તૂટવાની અણી પર છે.

ખરેખર 3 જૂને અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની મેરેજ એનિવર્સરી હતી. આ અવસર પર બોલિવૂડ સ્ટાર્સે તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. પરંતુ અહીં જાણવા જેવી બાબત એ છે કે ઐશ્વર્યા રાય કે અભિષેક બચ્ચને તેમના માતા-પિતા માટે કોઈ પોસ્ટ લખી કે શેર કરી નથી.

જ્યારે દર વર્ષે ઐશ્વર્યા અને અભિષેક બચ્ચન બંને સોશિયલ મીડિયા પર તેને શુભેચ્છા પાઠવતા પોસ્ટ શેર કરતા હતા. પુત્ર અને પુત્રવધૂના આ પગલાએ ફરી એકવાર એ હકીકતને હવા આપી કે બચ્ચન પરિવારમાં બધુ બરાબર નથી. ઐશ્વર્યા ભલે કંઈપણ પોસ્ટ ન કરતી હોય પરંતુ અભિષેક બચ્ચન તેના માતા-પિતાની મેરેજ એનિવર્સરી પર પોસ્ટ કરતો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આ વખતે અમિતાભના ઘરે જલસામાં પણ કોઈ ખાસ ઉજવણી નહોતી થઈ. આ પહેલા ઐશ્વર્યા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં એકલી ગઈ હતી. લોકસભા ચૂંટણી 2024માં મતદાન કર્યા પછી પણ આખો પરિવાર અલગ થઈ ગયો હતો.

આ તમામ બાબતોને ધ્યાનમાં લેતા એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બચ્ચન પરિવારમાં અણબનાવ છે. ઐશ અને અભિષેક વચ્ચે અણબનાવની વાતો પણ ચાલી રહી છે. જો કે આ અંગે બચ્ચન પરિવાર તરફથી હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી.