એરટેલની સેવા થોડા સમય માટે થઈ બંધ, લોકોમાં ગભરાટ
Airtel: એરટેલની સર્વિસમાં સમસ્યાના કારણે મોબાઈલ યુઝર્સને સમસ્યા થઈ હતી. મહત્વની વાત તો એ છે કે દેશની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની એરટેલ છે એમ છતાં તેના વપરાશકર્તાને સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો હતો. હજારો યુઝર્સે આ સમસ્યાની જાણ કરી હતી. બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ થઈ ગઈ હતી. થોડા જ સમયમાં એરટેલે આ સમસ્યાનો ઉકેલ લાવી દીધો હતો.
આ પણ વાંચો: Vodafone Ideaએ 150 રૂપિયાથી ઓછી કિંમતના બે સસ્તા પ્લાન કર્યા લોન્ચ
હજારો વપરાશકર્તાઓએ કરી જાણ
વેબસાઈટ ડાઉનડિટેક્ટરે આપેલી માહિતી પ્રમાણે 3 હજારથી વધુ એરટેલ યુઝર્સે આ સમસ્યાની જાણ કરી હતી. જેમાંથી 47 ટકા મોબાઈલ યુઝર્સે એવા હતા કે જેને નેટ કનેક્ટિવિટી અંગે ફરિયાદ કરી હતી. 30 ટકા વપરાશકર્તાઓ એવા હતા કે જેણે બ્લેકઆઉટની ફરિયાદ કરી હતી. 23 ટકા વપરાશકર્તાઓ હતા કે જેને મોબાઈલમાં ટાવર મળી રહ્યો ના હતો. જોકે આ વિશે એરટેલ તરફથી કોઈ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું નથી.