Starlink: Airtel અને SpaceXએ કરી ભાગીદારી, ભારતમાં ટૂંક સમયમાં સેટેલાઇટ ઇન્ટરનેટ શરૂ થશે

Starlink Internet in India: એરટેલે એલોન મસ્કની કંપની SpaceX સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે, ટેલિકોમ કંપની એરટેલે આજે જણાવ્યું હતું કે તેણે ભારતમાં તેના ગ્રાહકોને સ્ટારલિંકની હાઇ-સ્પીડ ઇન્ટરનેટ સેવાઓ પહોંચાડવા માટે એલોન મસ્કના સ્પેસએક્સ સાથે કરાર કર્યો છે. ભારતમાં હસ્તાક્ષર થયેલો આ પહેલો કરાર છે, જો કે, આ ડીલ ત્યારે જ લાગુ કરવામાં આવશે જ્યારે SpaceXને સ્ટારલિંક સેવાઓ વેચવા માટે ભારત સરકાર તરફથી પરવાનગી મળે.
એરટેલ અને SpaceX ભાગીદારીના મુખ્ય મુદ્દાઓ
- Starlink ઇક્વિપમેન્ટ વેચાણ: એરટેલ તેના સ્ટોર્સમાં સ્ટારલિંક ઇક્વિપમેન્ટ વેચી શકે છે અને બિઝનેસ ગ્રાહકોને ઓફર કરી શકે છે.
- ગ્રામીણ વિસ્તારોમાં ઇન્ટરનેટ: આ ભાગીદારી ગ્રામીણ શાળાઓ, આરોગ્ય કેન્દ્રો અને દૂરના વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવાઓ પૂરી પાડવા માટે કામ કરશે.
- એરટેલ નેટવર્કનું વિસ્તરણ: સ્ટારલિંક એરટેલના નેટવર્કને સુધારવામાં મદદ કરી શકે છે, અને સ્પેસએક્સ ભારતમાં એરટેલના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરી શકે છે.
એરટેલ પહેલાથી જ સેટેલાઇટ ઇન્ટરનેટ પૂરું પાડી રહી છે
એરટેલ પહેલેથી જ Eutelsat OneWeb સાથે મળીને સેટેલાઇટ ઇન્ટરનેટ સેવાઓ પૂરી પાડી રહી છે. સ્ટારલિંકના જોડાણથી દૂરના વિસ્તારોમાં ઇન્ટરનેટ કવરેજનો વિસ્તાર થશે અને વ્યવસાયો અને ગ્રામીણ સમુદાયોને હાઇ-સ્પીડ કનેક્ટિવિટી માટે વધુ વિકલ્પો મળશે.
ભારતી એરટેલના મેનેજિંગ ડિરેક્ટર અને વાઇસ પ્રેસિડેન્ટ ગોપાલ વિટ્ટલે જણાવ્યું હતું કે ભારતમાં એરટેલ ગ્રાહકોને સ્ટારલિંક સેવાઓ પ્રદાન કરવા માટે સ્પેસએક્સ સાથે કામ કરવું એ એક સિદ્ધિ છે. આનાથી આગામી પેઢીના સેટેલાઇટ કનેક્ટિવિટી પ્રત્યે એરટેલની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બને છે.