December 17, 2024

એરટેલે લોન્ચ કરી નવી AI સર્વિસ, યુઝર્સને થશે આ ફાયદો

Airtel India: સ્પામ કોલની સમસ્યા આજના સમયમાં વધતી જઈ રહી છે. ત્યારે એરટેલે તેના વપરાશકર્તા માટે AI-સંચાલિત સોલ્યુશન લોન્ચ કર્યું છે. એરટેલ કંપનીનું કહેવું છે કે આનાથી કંપનીના ગ્રાહકો માટે સ્પામ કોલ અને મેસેજની સમસ્યા ઘણી હદ સુધી ઓછી થઈ જશે. તમને જણાવી દઈએ કે ટેલિકોમ કંપની દ્વારા લોન્ચ કરવામાં આવનાર આ પ્રકારનું આ પ્રથમ સોલ્યુશન છે.

ભારતમાં લાંબા સમયથી સમસ્યા
સ્પામ કૉલ્સ અને સંદેશાઓની ભારતમાં લાંબા સમયથી સમસ્યા જોવા મળી રહી છે. એક ડેટામાં આપેલી માહિતી પ્રમાણે સ્પામ કોલ્સ અને એસએમએસથી પ્રભાવિત થવાના સંદર્ભમાં ભારત વિશ્વના ટોચના દેશોમાંનો એક છે, જે ઘણી બધી અસુવિધાઓ અને ગોપનીયતા જોખમોનું કારણ બની ગયા છે. આવું કરવાથી ગ્રાહકોને સુરક્ષા પ્રદાન કરશે. એરટેલની AI સિસ્ટમ સ્પામ કોલ્સ અને એસએમએસને ઓળખવા માટે મદદ કરશે.

આ પણ વાંચો: એપલના માલિક સ્ટીવ જોબ્સની ઈચ્છા સ્માર્ટફોન બનાવવાની હતી જ નહીં, એક લંચથી આવ્યો ટર્નિંગ પોઈન્ટ

ગ્રાહક સુરક્ષા માટે નવા ધોરણો બનાવવા
આ અભિગમ સતત નવીનતા દ્વારા ગ્રાહકના અનુભવને સુધારવા માટે લાવવામાં આવી છે. એરટેલ એ AI-સંચાલિત, નેટવર્ક-આધારિત સ્પામ ડિટેક્શન સોલ્યુશન લોન્ચ કરવા માટે ઉદ્યોગ માટે એક નવો બેન્ચમાર્ક સેટ કરી રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. નંબરમાં પર વારંવાર છેતરપિંડીના કેસ સામે આવતા હોય છે. એરટેલને ડિજિટલ છેતરપિંડી સામેની લડાઈ સામે આ ટૂલ બેસ્ટ રહેશે.