December 26, 2024

Airtel 9 Plan: એરટેલે લોન્ચ કર્યો 9 રૂપિયાનો સસ્તો પ્લાન, મળશે આ લાભ

Airtel 9 Plan: એરટેલે પોતાન યુઝર્સ માટે એક જોરદાર પ્લાન લઈને આવ્યું છે. જેની કિંમત સાંભળીને પહેલીવારમાં તો તમને ભરોસો નહીં થાય પંરતુ હા આજના સમયમાં પણ એરટેલ ગ્રાહકોનું ધ્યાન ખેંચવા માટે નવા નવા નુસકા અજમાવી રહ્યું છે. આવો જાણીએ એરટેલ શું લઈને આવ્યું છે તેના યુઝર્સ માટે.

સત્તાવાર સાઇટ પર મૂકી દીધી
તમને જાણીને નવાઈ લાગશે પરંતુ એરટેલે માત્ર 9 રૂપિયાનો પ્લાન લઈને આવ્યો છે. 10 રૂપિયા કરતાં પણ આ સસ્તો પ્લાન છે. આવો જાણીએ કે આ 9 રૂપિયાના પ્લાનમાં તમને શું શું મળશે. તમને જણાવી દઈએ કે એરટેલે તેના પ્રીપેડ યુઝર્સ માટે સસ્તો રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે. 9 રૂપિયામાં કંપની આ સસ્તા પ્લાનમાં અનલિમિટેડ હાઈ સ્પીડ ડેટા પણ આપી રહી છે. આ માહિતી કંપનીએ પોતાની સત્તાવાર સાઇટ પર મૂકી દીધી છે.

આ પણ વાંચો: ભારતમાં ઉપયોગમાં લેવાતા EVM કેમ હેક થઈ શકે?

એરટેલ 9 પ્લાનમાં શું મળશે સુવિધા
આ રૂપિયા 9નો ​​એરટેલ પ્લાન 10 જીબીની FUP મર્યાદા સાથે લોન્ચ કરી દેવામાં આવ્યો છે. જેમાં તમને 10 જીબી સુધીના સારા હાઇ-સ્પીડ ડેટાનો લાભ મળશે. યુઝર્સને લિમિટ પૂરી થયા બાદ સ્પીડ ઘટીને 64kbps થઈ જશે.મહત્વની વાત એ છે કે 9 રૂપિયાના આ પ્રીપેડ પ્લાન સાથે એરટેલ યુઝર્સને 1 કલાકની વેલિડિટી આપવામાં આવી છે. જેના કારણે તમે 60 મિનિટ સુધી તમે અમર્યાદિત ડેટાનો લાભ લઈ શકો છો અને આ રૂપિયા 9નો ​​એરટેલ પ્લાનનો વપરાશ કરી શકો છો. ખાસ વાત તમને જણાવી દઈએ કે આ 9 રૂપિયાના એરટેલ પ્રીપેડ પ્લાન સાથે તમને કોલિંગ કે SMSનો લાભ મળશે નહીં.