September 20, 2024

ઇઝરાયલ-ઈરાન યુદ્ધનો ડર વધ્યો, એર ઈન્ડિયાએ તેલ-અવીવની ફ્લાઈટ રદ કરી

Israel and Iran: ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધની ધમકી વચ્ચે એર ઈન્ડિયાએ હવે તેલ-અવીવની ફ્લાઈટ કેન્સલ કરી દીધી છે. અગાઉ ભારત સરકારે તેના નાગરિકોને તાત્કાલિક લેબનોન છોડવાની સલાહ આપવામાં આવી હતી. હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયાની હત્યા બાદ ઇઝરાયલ અને ઈરાન આમને-સામને છે.

ભારત સરકાર એક્શનમાં
ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધનો ભય વધ્યા બાદ ભારત સરકાર એક્શનમાં આવી ગઈ છે. ભારતીયોને તરત જ લેબનોન છોડવાની ચેતવણી આપ્યા બાદ એર ઈન્ડિયાએ હવે તેની તેલ અવીવની તમામ ફ્લાઈટ્સ રદ કરી દીધી છે. મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. સરકારે ઇઝરાયલ જતા તમામ પ્રવાસીઓને તેલ-અવીવની મુસાફરી ટાળવા માટે એડવાઈઝરી પણ જારી કરી છે.

આ પણ વાંચો: હમાસના લશ્કરી ચીફ મોહમ્મદ ડેફ ઠાર, ઈઝરાયલ હુમલાનો હતો માસ્ટરમાઈન્ડ

અવીવની તેની ફ્લાઇટ રદ કરી
એર ઈન્ડિયાએ ગુરુવારે ઓપરેશનલ કારણોને ટાંકીને રાષ્ટ્રીય રાજધાનીથી તેલ અવીવની તેની ફ્લાઇટ રદ કરી દીધી છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં વધતા તણાવની પૃષ્ઠભૂમિ સામે આ ફ્લાઈટ રદ કરવામાં આવી છે. એર ઈન્ડિયા દર અઠવાડિયે દિલ્હીથી તેલ અવીવ માટે ચાર ફ્લાઈટ ચલાવે છે. તેની વેબસાઈટ પર અપડેટમાં, એર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે તેણે ઓપરેશનલ કારણોસર 1 ઓગસ્ટના રોજ તેની દિલ્હીથી તેલ અવીવની ફ્લાઈટ AI139 અને તેલ અવીવથી દિલ્હીની ફ્લાઈટ AI140 રદ કરવામાં આવી છે.