January 27, 2025

AIIMS Research Report: ભલે ગમે તે વેક્સિન લીધી હોય, ડરવાની જરૂર નથી…

AIIMS Research Report: કોવિશિલ્ડ વેક્સીન પર ઉભા થઈ રહેલા સવાલો વચ્ચે નિષ્ણાતોનું માનવું છે કે કોરોના મહામારી બાદ અચાનક મૃત્યુ થઈ રહ્યા છે, પરંતુ વેક્સિનેશન એ દરેક મૃત્યુનું સીધું કારણ નથી. નિષ્ણાતોનું માનવુ છે કે દેશમાં વેક્સિનેશનને ઘણો સમય વીતી ગયો છે. જો વેક્સિનેશન પછી કોઈ આડઅસર જોવા મળી હોત, તો દેશમાં અત્યાર સુધીમાં મોટા પાયે કેસ નોંધાયા હોત.

બીજી બાજુ, અચાનક મૃત્યુનું કારણ શોધવા માટે AIIMS દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં 50 ટકા મૃત્યુ હાર્ટ એટેકના કારણે નથી થયા. તેઓ શ્વસન સંબંધી રોગો અને અન્ય રોગોના કારણે મૃત્યુ પામ્યા હતા. બાકીના 50 ટકાને સીધો હાર્ટ એટેક આવ્યો. એઈમ્સના નિષ્ણાતોનું માનવું છે કે જો લોહી ગંઠાઈ ગયું હોય તો તમામ મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયા હોવા જોઈએ.

આ પણ વાંચો: હું ધર્મના નામે મુસ્લિમોને આપવામાં આવેલ આરક્ષણ આપવા નહીં દઉં: PM મોદી

અગાઉ સોમવારે, રસી બનાવતી કંપની એસ્ટ્રાઝેનેકાએ પહેલીવાર બ્રિટિશ કોર્ટમાં સ્વીકાર્યું હતું કે તેની રસી દુર્લભ આડઅસરો પેદા કરી શકે છે. એવું કહેવામાં આવ્યું હતું કે તે થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમનું કારણ બની શકે છે જે શરીરમાં લોહીના ગંઠાવાનું કારણ બની શકે છે. જો આવું થાય, તો તમને સ્ટ્રોક, હાર્ટ ફેલ્યોર વગેરે જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.

બે વર્ષ પહેલાં પણ કહ્યું હતું કે, બૂસ્ટર ડોઝની જરૂર નથી: ડૉ. સંજય કે રાય
એઈમ્સના કોમ્યુનિટી મેડિસિન વિભાગના પ્રોફેસર ડૉ. સંજય કે. રાયે જણાવ્યું હતું કે, એસ્ટ્રાઝેનેકા આજે જે કહી રહ્યું છે, તે મેં બે વર્ષ પહેલાં કહ્યું હતું. તે સમયે સલાહ આપવામાં આવી હતી કે બૂસ્ટર ડોઝ સારા કરતાં વધુ નુકસાન કરી શકે છે. શરૂઆતમાં, જ્યારે ઘણા લોકોને ચેપ લાગ્યો ન હતો, ત્યારે લોકોમાં ઇમ્યુનિટી ન હતી અને વેક્સિનની જરૂર હતી કારણ કે, રોગની ગંભીરતા અને મૃત્યુઆંક ઘટાડી શકાય છે. કોઈપણ વાયરસ સામે રક્ષણ મેળવવા માટે કુદરતી રોગપ્રતિકારક શક્તિ જરૂરી છે. જ્યાં સુધી રસીની અસરનો સવાલ છે, આ માટે સંશોધન જરૂરી છે.

આ પણ વાંચો: સુરત ક્રાઇમ બ્રાન્ચન મોટી સફળતા, ચોરીને અંજામ આપતી નેલ્લોરની ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ

અચાનક મૃત્યુ પાછળનું કારણ કાર્ડિયાક અરેસ્ટ નથી
AIIMSના ફોરેન્સિક મેડિસિન વિભાગના વડા ડૉ. સુધીર ગુપ્તાએ કહ્યું કે અમને નથી લાગતું કે રસીના કારણે કોઈનું મોત થયું છે. કોરોના પછી, અચાનક કાર્ડિયાક અરેસ્ટ અને હાર્ટ એટેકના કારણે મૃત્યુનું કારણ શોધવા માટે લગભગ 200 મૃતદેહો પર સંશોધન કરવામાં આવ્યું હતું. આ સંશોધનમાં જાણવા મળ્યું છે કે લગભગ અડધા દર્દીઓ કાર્ડિયાક અરેસ્ટને કારણે મૃત્યુ પામ્યા નથી. તેમના મૃત્યુ પાછળ શ્વસનની સમસ્યા સહિતના અન્ય કારણો જોવા મળ્યા હતા. જ્યારે અન્ય 50 ટકા મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ હોવાનું જણાયું હતું. આવી સ્થિતિમાં, આપણે માની શકીએ કે અચાનક મૃત્યુમાં રસીની કોઈ ભૂમિકા નથી. વધુમાં ડો. ગુપ્તાએ કહ્યું કે, લંડનમાં જેના આધારે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ રસીથી હાર્ટ એટેક આવી શકે છે તેના પર કોઈ ટિપ્પણી કરી શકે નહીં, પરંતુ ભારતમાં આવા કોઈ સંકેત દેખાતા નથી.