January 19, 2025

AI અવતાર તમારી જગ્યાએ હવે મીટિંગમાં જોડાશે

AI Meeting: ટેકનોલોજીએ આજના સમયમાં હરણફાળ ભરી છે. દરેક જગ્યાએ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હવે AI અવતાર તમારી જગ્યાએ મીટિંગમાં જોડાઈ શકશે. જેના માટે AI અવતારને ટ્રેનિંગ આપવામાં આવશે.

તમારી જગ્યાએ મીટિંગમાં
ઘણી વખત એવું થાય કે કોઈ પ્લાનિંગ હોય અને તે સમયે જ તમારા બોસ કહે તારે મિટિંગમાં જોડાવું પડશે. તો મૂડ તો બગડે છે પરંતુ સમય પણ બગડે છે. આખરે પ્લાનિંગ પર પાણી ફરી વળે છે. પરંતુ ટેકનોલોજીની દુનિયાના ફાયદાઓ પણ છે. મારો AI અવતાર તમારી જગ્યાએ મીટિંગમાં જોડાઈ શકે છે અને તમે મજા માણતા તમારું કામ કરી શકો છો. સાંભળની કદાચ નવું લાગશે પરંતુ આ વાત સત્ય છે.

ઝૂમના સીઈઓએ આપી જાણકારી
વીડિયો કોન્ફરન્સિંગ એપ ઝૂમના સીઈઓએ આ જાણકારી આપી છે. તેમણે માહિતી આપતા શેર કર્યું કે હવે યુઝરનો AI અવતાર પણ તેની જગ્યાએ મીટિંગમાં હાજરી આપી શકે છે. તેમણે વધુમાં કહ્યું કે આ અવતાર યુઝરની મીટિંગ એજન્ડા અને અગાઉની સામગ્રીના આધારે ટ્રેન્ડ કરવામાં આવશે. આવનારા સમયમાં AI અવતાર મીટિંગમાં માણસોનું સ્થાન લઈ શકશે. 5થી6 વર્ષમાં 90 ટકા કામ AI દ્વારા કરવામાં આવશે.

આ પણ વાંચો: Online Payment Fraudના કેસમાં મોટો વધારો, RBIએ જાહેર કર્યો ડેટા

શેડ્યૂલની સુવિધા
આજે તમામ લોકો ઓનલાઈન વાત કરે છે. કાલે તમામ જગ્યા પર AI અવતાર સ્થાન લઈ લેશે. આ પગલાથી લોકોની વર્ક લાઈફ બેલેન્સ સુધરશે. તમને જણાવી દઈએ કે ઝૂમ ટૂંક સમયમાં તેના પ્લેટફોર્મ પર ઘણી AI સુવિધાઓ ઉમેરી દેશે. આ સાથે ઓટોમેટિક ટ્રાન્સક્રિપ્શન જેવી સુવિધાઓ મળશે. આ સાથે તમને સ્માર્ટ શેડ્યૂલની સુવિધા પણ મળી રહેશે. આવનારા સમયમાં માણસની તમામ જગ્યા પર AI કામ કરી શકે છે.