વેજલપુરમાં ફાયરિંગ કરતા એકનું મોત, મજાક-મસ્તીમાં બન્યો બનાવ

મૃતકની તસવીર
અમદાવાદઃ શહેરના વેજલપુર વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવ્યું છે. વેજલપુરની રૂપેશ પાર્ક સોસાયટીમાં ફાયરિંગ કરતા મોત નીપજ્યું છે. દિગ્વિજયસિંહ ઉર્ફે ભોલો રાજપૂત નામના 36 વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે.
મળતી માહિતી પ્રમાણે, ગઈ કાલે મોડી રાત્રે તેના નવા બનતા ઘરે આ બનાવ બન્યો હતો. ત્યારે બે મિત્રો હથિયાર સાથે મજાક કરતા ફાયરિંગ થઈ ગયું હતું. મૃતકે નશાની હાલતમાં ફાયરિંગ કર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મૃતક યુવકે જ્યારે ફાયરિંગ કર્યુ ત્યારે ત્યાં બે લોકો હતા.
મૃતક ડ્રાઇવર અને તેની સાથે એક મહિલા મિત્ર પણ હતી. મજાક મસ્તી દરમિયાન લાયસન્સવાળા વેપનથી મજાકમાં ફાયરિંગ કર્યું હતું. તે સમયે 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જ્યારે અન્ય ત્રણ રાઉન્ડ ખાલી હતી. ત્યારે હાલ આ મામલે વેજલપુર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.