અમદાવાદ ટ્રાફિક વિભાગે 20 દિવસમાં 2,01,155 કેસ કરી કુલ 13.21 કરોડનો દંડ વસૂલ્યો

અમદાવાદ: રખડતા ઢોર, બિસ્માર રસ્તા, રોંગ સાઈડ ડ્રાઇવિંગ મામલે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન અમદાવાદ ટ્રાફિક વિભાગે હાઇકોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યું હતું. અમદાવાદ ટ્રાફિક વિભાગે 27/02/2025થી 18/03/2025 સુધી કરેલી કામગીરી અંગેનો રિપોર્ટ કોર્ટમાં મુક્યો હતો. જેમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ 2,01,155 કેસ કરી કુલ 13 કરોડ 21 લાખ 60 હજાર 650 રૂપિયાનો દંડ વસૂલાયો હતો. દંડની રકમ માત્ર ડિજિટલ માધ્યમથી જ વસૂલ કરવામાં આવી હોવાની પોલીસે કોર્ટમાં આપી માહિતી હતી. અમદાવાદીઓએ કરોડો રૂપિયા ભર્યા પણ સુધર્યા તો નહીં જ
– રોંગ સાઈડ ડ્રાઇવિંગ બદલ 8789 કેસ નોંધી 1,65,80,500નો દંડ
– હેલ્મેટ વિના 1,09,651 કેસ કરી, 5,48,25,500નો દંડ
– ઓવર સ્પિડિંગ બદલ 6922 કેસ, 1,59,90,500 દંડ
– સીટ બેલ્ટ વિના વાહન ચલાવવા બદલ 3677 કેસ, 18,38,500નો દંડ
– મોપેડ પર ત્રણ સવારી બદલ 2059 કેસ, 2,05,900 કેસ
– વાહન ચલાવતી વખતે મોબાઇલ પર વાત કરવા બદલ 879 કેસ, 4,48,500 દંડ
– રીક્ષામાં કેપેસિટી કરતાં વધુ સવારી બદલ 674 કેસ, 397500 દંડ
– ડાર્ક ફિલ્મ બદલ 794 કેસ, 4,63,000 દંડ
– પાર્કિંગ નિયમો ના ભંગ બદલ 24031 કેસ, 1,41,78,000 દંડ
– અન્ય ગુનાઓ 41,062 કેસ, 2,72,32,750 દંડ