December 26, 2024

હર્ષ ધ્રુવની મહેનત લાવી રંગ, ગુજકેટમાં મળ્યા 120માંથી 120 માર્ક્સ

Ahmedabad: આજે ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. ત્યારે અમદાવાદની એચ.બી કાપડિયા સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થી હર્ષ ધ્રુવે ગુજકેટમાં 120માંથી 120 માર્ક્સ મેળવ્યા છે. હર્ષની ઈચ્છા IIT મુંબઈથી કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરવાની છે. ઇતિહાસમાં પહેલીવાર ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. જોકે વિદ્યાર્થીમાં પરિણામ જાહેર થતાં જ ખુશીનો માહોલ છવાયો છે.

મળતી માહિતી અનુસાર અમદાવાદના હર્ષ ધ્રુવનાં ગુજકેટમાં 120 પૈકી 120 માર્કસ મેળવ્યા છે. તેમજ હર્ષ ધ્રુવે ધો 12 વિજ્ઞાન પ્રવાહમાં 95 % થી વધુ ટકા મેળવ્યા છે. હર્ષે જણાવ્યું છે કે તેણે આઈઆઈટીમાં કોમ્પ્યુટર એન્જનિયર બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ધ્રુવે વધુમાં જણાવ્યું હતું કે તેની સતત મહેનત અને રાઇટિંગની પ્રેક્ટિસના કારણે આજે તેને આ સફળતા મળી છે.

નોંધનીય છે કે, અમદાવાદના ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થી હર્ષ ધ્રુવએ 12 સાયન્સમાં 95.02 ટકા આવ્યા છે. તેણે જણાવ્યું કે, મારે ગુજકેટમાં 120 માંથી 120 માર્કસ આવ્યા છે. મે jee ની પરીક્ષા પણ પાસ કરી છે. જેમાં મારો ઓલ ઇન્ડિયા 2500 મો રેન્ક છે. મારે હવે IIT મુંબઈથી કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરવો છે.