અમદાવાદમાં અનુપમ ત્રણ રસ્તા રસ્તા પાસે પથ્થરમારો, 7 લોકોની અટકાયત

Ahmedabad: ગઈકાલે ભારતે પાકિસ્તાન સામે શાનદાર જીત હાંસલ કરી છે. જેને લઈને દેશભરમાં ઉજવણીનો માહોલ હતો. પરંતુ આ વચ્ચે અમદાવાદમાં અનુપમ ત્રણ રસ્તા પાસે પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી છે. ક્રિકેટ મેચમાં પાકિસ્તાન સામે ભારતનો વિજય થતા યુવકો રસ્તા પર ફટાકડા ફોડતા હતા. પરંતુ એક યુવાન પર ફટાકડાનો તણખલો પડતા મામલો બિચક્યો હતો.
મળતી માહિતી અનુસાર ક્રિકેટ મેચમાં પાકિસ્તાન સામે ભારતનો વિજય થતા યુવકો રસ્તા પર ફટાકડા ફોડતા હતા. એક યુવાન પર ફટાકડાનો તણખલો પડતા મામલો બિચક્યો હતો. જે બાદ બે જૂથના યુવકો વચ્ચે બોલાચાલી થઈ હતી. બાદમાં 15 થી 20 યુવકો આવ્યા હતા અને તેમણે ફટાકડા ફોડી રહેલા યુવકો પર પથ્થર મારો કર્યો હતો. પથ્થર મારામાં એક યુવકને ઈજા થઈ છે. જોકે, પ્રાથમિક સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પથ્થર મારનાર યુવકોની ઓળખ કરવા માટે સીસીટીવી અને પીડિતના નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આ ઘટનાને લઈને પોલીસે ક્રોસ ફરિયાદ નોંધીને 7 લોકોની અટકાયત કરી
આ પણ વાંચો: હું રાજીનામું આપવા તૈયાર છું… ઝેલેન્સકીએ રાષ્ટ્રપતિ પદ છોડવા રાખી મોટી શરત