February 20, 2025

સોશિયલ મીડિયામાં મહિલાઓની સારવારના વીડિયો વાયરલ, CCTV ફૂટેજ પોસ્ટ કરવામાં આવ્યાં

અમદાવાદઃ સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે એક મોટી ઘટના સામે આવી છે. જેમાં મહિલાઓ જ્યારે ડોક્ટર પાસે ચેકઅપ કરાવવા માટે જાય છે, તે સમયના સીસીટીવી વીડિયો બેફામ રીતે યુટ્યુબ પર અપલોડ કરવામાં આવી રહ્યા છે.

ટેલિગ્રામ ચેનલ પર વીડિયો વાયરલ થતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તેટલું જ નહીં, 999 રૂપિયાનું સબસ્ક્રિપ્શન કરાવવાનો દાવો થઈ રહ્યો છે. ગુજરાતની અનેક હોસ્પિટલના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

મેઘા MBBS નામની ચેનલમાં આ પ્રકારના વીડિયો વાયરલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આ જ નામથી ટેલિગ્રામ ચેનલ પણ બનાવવામાં આવી છે. તેમાં પણ આવા વીડિયો વાયરલ કરવામાં આવ્યા છે. આમાં માત્ર ગુજરાત જ નહીં અન્ય રાજ્યોના વીડિયો પણ આમાં મૂકવામાં આવે છે. આ ચેનલમાં સબસ્ક્રિપ્શન પણ રાખવામાં આવ્યું છે. ત્યારે ગુજરાત સરકાર સહિત સાયબર ક્રાઇમ વિભાગ આ મામલે ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

ત્યારે આ મામલે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ટેલિગ્રામ ગ્રુપ અને યુટ્યુબ ચેનલ બનાવનારા વિરુદ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. મેઘા MBBS નામની યુટ્યુબ ચેનલ અને ટેલિગ્રામ ગ્રુપની તપાસ શરૂ કરી કરવામાં આવી છે. સાયબર ક્રાઇમ આઇટી એક્ટ 66 ઈ, 67 કલમ હેઠળ ગુનો નોધવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. કોઈની પ્રાઇવસી ભંગ કરવી અને સોશિયલ મીડિયામાં અંગત વીડિયો વાયરલ કરવાની કલમ હેઠળ ગુનો નોંધાઈ રહ્યો છે.

નોંધઃ ન્યૂઝ કેપિટલ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી.