December 19, 2024

સિંધુભવન રોડ પર અકસ્માત સર્જનારો થાર ડ્રાઇવર હાજર થયો

Ahmedabad sindhu bhavan road accident thar driver prem mali present in police station

થાર ડ્રાઇવર પ્રેમ માળી પોલીસ સ્ટેશનમાં હાજર થયો.

અમદાવાદઃ ગઈકાલે મધરાતે સિંધુ ભવન રોડ પર ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં થાર ગાડીના ચાલકે બાઇકસવારને ટક્કર મારી હતી અને તેમાં બાઇકસવાર સગીરનું મોત નીપજ્યું છે. ત્યારે આ ઘટનાના ઘણાં કલાકો બાદ થાર ડ્રાઇવર પ્રેમ માળી પોલીસ સ્ટેશન હાજર થયો છે.

ત્યારે અકસ્માત અંગે પ્રેમ માળી જણાવે છે કે, ‘મહાશિવરાત્રિના ઉપવાસ બાદ અમે ખાવા માટે ગયા હતા. ત્યારબાદ અમે ગાડી લઈને ત્યાં જઈ રહ્યો હતો. મારી આગળ કિયા અને એની આગળ એક બાઇકવાળો હતો. ત્યારે કિયાએ ટર્ન માર્યો અને મેં કિયાને ઓવરટેક કરી. ત્યારે આગળ બાઇક ચલાવી રહ્યો હતો તે છોકરાનું જજમેન્ટ ના રહ્યું અને તેની સાથે અથડાઈ ગયો. ’

આ ઉપરાંત તેણે આલ્કોહોલનું સેવન ન કરવાનો દાવો કર્યો છે. ત્યારબાદ તે વધુમાં જણાવે છે કે, ‘મેં એમ્બ્યુલન્સને ફોન કર્યો અને તેને આવવામાં મોડું થતા મેં ઇનોવાવાળાને રિક્વેસ્ટ કરી અને નજીકની હોસ્પિટલમાં લઈ જવા માટે જણાવ્યું હતું.’

ભાગી જવા અંગે તેઓ કહે છે કે, હું પીજીમાં જ હતો. ત્યારબાદ મેં મારા ઘરે મમ્મી-પપ્પાને વાત કરી હતી અને ત્યારબાદ મારા કાકાના ઘરે જતો રહ્યો હતો. પછી હું પોલીસ સ્ટેશનમાં હાજર થયો છું.

શું હતી સમગ્ર ઘટના?
મધરાતે બે વાગ્યે અમદાવાદના સિંધુભવન રોડ પર થારચાલકે બાઇકસવાર સગીરને અડફેટે લીધો હતો. ત્યારબાદ બાઇકચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. 18 વર્ષીય સગીર જયદીપ સોલંકીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. ત્યારે થારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પૂરપાટ સ્પીડે આવતા થારચાલકે બાઇકસવાર જયદીપને ટક્કર મારીને 50 ફૂટ હવામાં ઉછાળ્યો હતો. ત્યારે આ મામલે ટ્રાફિક પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.