December 19, 2024

સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી આપવા મામલે મોટો ખુલાસો, પાકિસ્તાન કનેક્શન ખૂલ્યું

અમદાવાદઃ તાજેતરમાં જ શહેરની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો મેઇલ આવ્યો હતો. ત્યારબાદ તમામ સંસ્થાઓ હરકતમાં આવી ગઈ હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. જેમાં કોઈપણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી. ત્યારબાદ ઇમેઇલ અંગે ટેક્નિકલ તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પાકિસ્તાનનું કનેક્શન સામે આવ્યું છે.

આ ટેક્નિકલ તપાસમાં મોટા ખુલાસા થયા છે. તેમાં વધુ એક ઇમેઇલ આઇડી રિકવર કરવામાં આવ્યું છે. આ ઇમેઇલ આઇડી ‘tauheedl@gmail.com’ છે અને તેનું લોકેશન પાકિસ્તાનના ફૈસલાબાદના આર્મી કન્ટોન્ટમેન્ટ બતાવી રહ્યું છે.

અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ હાથ ધરી હતી. આ મેઇલની તપાસ કરતા વધુ એક ઇમેઇલ આઇડી રિકવર કરવામાં આવ્યું હતું. જેમાં પાકિસ્તાન કનેક્શન ખૂલ્યું છે. દિલ્હીની પેટર્ન પર અમદાવાદ અને સુરતમાં ધમકીભર્યા મેઇલ કરવામાં આવ્યા હતા. ત્યાં પણ આ ઇમેઇલ આઇડીથી મેઇલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર આ જ એકાઉન્ટથી ધમકીઓ વાયરલ કરવામાં આવી હતી.

કઈ કઈ સ્કૂલને ધમકી આપી હતી?
આરબી કેન્ટોન્મેન્ટ અસપીએસ સ્કૂલ – શાહીબાગ
કેન્દ્રીય વિદ્યાલય – ચાંદખેડા
ન્યૂ નોબલ સ્કૂલ – વ્યાસવાડી, કઠવાડા-નરોડા
કેન્દ્રીય વિદ્યાલય – સાબરમતી
ગ્રીનલોન્સ સ્કૂલ – જેઠાભાઈની વાવ પાસે, વટવા
મહારાજા અગ્રસેન વિદ્યાલય – મેમનગર
આનંદ નિકેતન સ્કૂલ – સેટેલાઇટ
એશિયા ઇંગ્લિશ સ્કૂલ – વસ્ત્રાપુર
કેલોરેક્ષ સ્કૂલ – ઘાટલોડિયા
કુમકુમ વિદ્યાલય – ઘોડાસર
ડીપીએસ – બોપલ
શિવ આશિષ સ્કૂલ – બોપલ
ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલ – બોપલ
એલડીઆર ઇન્ટરનેશનલ સ્કૂલ – બોપલ