December 23, 2024

સોડામાંથી નીકળ્યા 2 કાનખજૂરા, કોર્પોરેશને પાન પાર્લર સીલ કર્યું

અમદાવાદઃ શહેરમાં લોકોનાં આરોગ્ય સાથે ચેડાં કરવાનો સિલસિલો યથાવત્ છે. ત્યારે રેસ્ટોરન્ટ બાદ હવે સોડામાંથી કાનખજૂરો નીકળ્યો છે. ત્યારે સરખેજના ગંજ પાન પાર્લરમાંથી યુવકે ખરીદેલી ફરાળી સોડામાં 2 કાનખજૂરા દેખાયા છે. વીડિયો વાયરલ થયા બાદ કોર્પોરેશને કાર્યવાહી હાથ ધરી હતી અને પાન પાર્લરને સીલ કર્યું હતું. હાલ યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

અથાણાંમાંથી મરેલી ગરોળી નીકળી
અમદાવાદમાં અથાણાંમાંથી એક મરેલી ગરોળી નીકળી છે. વેજલપુરના જૈન ગૃહ ઉદ્યોગનું આ અથાણું છે. તેમના ગૃહ ઉદ્યોગમાં અથાણું બનાવવામાં આવ્યું છે. ગ્રાહકને અથાણું ખાધા બાદ ગરોળી નીકળતા તેઓ ચોંકી ગયા હતા.

આ પણ વાંચોઃ અથાણાંમાંથી નીકળી મરેલી ગરોળી, મહિનો ખાધા પછી ખબર પડી!

અનેકવાર બની છે આવી ઘટના
અમદાવાદના નિકોલમાં આવેલા દેવી ઢોંસા રેસ્ટોરન્ટના સાંભારમાંથી ઉંદર નીકળ્યો હતો. ત્યારે વડોદરામાં શ્રી જગદીશ ફરસાણમાંથી ફૂગવાળી ભાખરવડી મળી આવી હતી. તો જામનગરમાં બાલાજીની વેફરના પેકેટમાંથી દેડકો નીકળ્યો હતો. મુંબઈના મલાડમાં ગ્રાહકે ઓનલાઈન આઈસ્ક્રીમ મંગાવી તો આઈસ્ક્રીમની સાથે માનવ આંગળી પણ આવી હતી.