Ahmedabadના SVPI એરપોર્ટ પર સુવિધામાં વધારો, ઓપરેશન્સ-એરક્રાફ્ટની સંખ્યા વધશે
જયેશ ચૌહાણ, અમદાવાદઃ સરદાર વલ્લ્ભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પશ્ચિમ ભારતના અગ્રણી ઉડ્ડયન હબ બનવાના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યું છે. ત્યારે અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વધતી જતા એર ટ્રાફિકને લઈ વધુ એક સુવિધાનો ઉમેરો કરવામાં આવ્યો છે. અમદાવાદ એરપોર્ટ પર ટર્મિનલ 2 પર નવા 5 પાર્કિંગ સ્ટેન્ડનો ઉમેરો કરવામાં આવ્યો છે. જેનાથી ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતામાં વધારો થયો છે.
ટર્મિનલ -2 પર નવા 5 પાર્કિંગ સ્ટેન્ડથી હવાઈ મુસાફરીની વધતી જતી માગને પૂરી કરી શકાશે. નવા 5 પાર્કિંગ સ્ટેન્ડથી SVPI એરપોર્ટ પર પાર્કિંગ સ્ટેન્ડની સંખ્યા 13થી વધીને 18 થઈ છે. જે સ્થાનિક અને કેટલીક આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા એરક્રાફ્ટને એકોમોડેટ કરી શકશે. નવા પાર્કિંગ સ્ટેન્ડ એરલાઇન્સને અમદાવાદમાં વધુ કનેક્શન ઉમેરવાની પણ તક પણ પૂરી પાડશે.
ટર્મિનલ-2 પર હાલ 4 એરોબ્રિજ કાર્યરત છે, જેને આગામી સમયમાં વધુ 4 એરોબ્રિજનો ઉમેરો કરી કુલ 8 એરોબ્રિજની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. એરપોર્ટ સ્ટેન્ડનો શ્રેષ્ઠ ઉપયોગ કરી હાલના 4 એરોબ્રિજ પર મલ્ટિપલ એરક્રાફ્ટ રેમ્પ સિસ્ટમ (MARS) પણ લાગુ કરવામાં આવી છે.
ટર્મિનલ-2ને અપગ્રેડ કરવાથી ફાયદો
- બોઇંગ 737/એરબસ A320 એરક્રાફ્ટ જે સામાન્ય રીતે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કેરિયર્સ દ્વારા ઉપયોગમાં લેવાય છે, એ એરક્રાફ્ટને પણ હેન્ડલ કરી શકાશે
- 5 વાઇડબોડી એરક્રાફ્ટ, જેમ કે, બોઇંગ અથવા એરબસ અને કાર્ગો કોલોસલ, બેલુગા એરક્રાઇફ મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ દ્વારા સંચાલિત છે તેમને પણ હેન્ડલ કરી શકાશે
- ટર્મિનલ-2 હજ ઓપરેશન્સ માટે સાઉદી એરલાઇન્સ B747-400 એરક્રાફ્ટ 450 સીટર એરક્રાફ્ટને હેન્ડલ કરવા માટે પણ સજ્જ છે
એરપોર્ટની વધેલી ક્ષમતા માત્ર પેસેન્જર ટ્રાફિકને જ નહીં પરંતુ ભવિષ્યમાં મોટા એરક્રાફ્ટને સમાવવા માટેની ઓપરેશનલ કાર્યક્ષમતામાં પણ સુધારો કરે છે. તેનાથી આંતરરાષ્ટ્રીય કેરિયર્સ માટે અમદાવાદને નિયમિત પેસેન્જર ફ્લાઇટ સાથે ટેક્નિકલ હોલ્ટ્સ માટે પણ વિકલ્પ પૂરો પાડશે.