અમદાવાદ: સગીરાને હિરોઈન બનાવવાની લાલચ આપી દેહ વ્યાપારમાં ધકેલી દેવાઈ
મિહિર સોની, અમદાવાદ: અમદાવાદમાં સગીરાને મૉડલ અને હિરોઈન બનાવવાની લાલચ આપી દેહ વ્યાપારના રેકેટમાં ફસાવી દેવાયાનો પર્દાફાશ થયો છે. આ મામલે વટવા પોલીસે 3 મહિલાઓની કરી ધરપકડ છે. 16 વર્ષની સગીરાને મુંબઈમાં ફિલ્મની હિરોઈન બનાવવાની લાલચ આપી અપહરણ કરી દેહ વ્યાપારના ધંધામાં ધકેલી દેવામાં આવી હતી. આ રેકેટમાં અનેક યુવતીઓ ફસાઈ હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી.
વટવા પોલીસની ગિરફતમાં આવેલ મહિલા આરોપી અફસાનાબાનું શેખ, સિરીનાબાનુ શેખ અને ઝરીનાબાનુ શેખની ધરપકડ કરી છે. આ ત્રણેય મહિલાઓ દેહ વ્યાપારના ધંધા સાથે સંકળાયેલી છે. જેમણે એક સગીરાને ફિલ્મમાં હિરોઈન બનાવવાની લાલચ આપી દેહ વેપાર ધકેલી દીધી હતી. ઘટનાની વાત કરીએ તો 10 ઓગસ્ટના રોજ સગીરા ગુમ થઈ હોવાની વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ સગીરાની માતાને વટવામાં રહેતી અફસાનાબાનું શેખ પર શંકા વ્યક્ત કરી હતી. જેની તપાસ વટવા પોલીસે હ્યુમન ટ્રાફિકિંગ અને દેહ વેપારના રેકેટ ઝડપી પાડ્યું છે. આ રેકેટમાં અફસાના બાનું સાથે દાણીલીમડા સિરીનાબાનુ શેખ અને રીલીફ રોડની ઝરીનાબાનુ શેખ સંડોવાયેલા છે. આરોપી સગીરાને મોડલ અને ફિલ્મોમાં હિરોઈન બનાવવાની લાલચ આપી વિશ્વાસ કેળવીને અપહરણ કરીને દેહ વેપારમાં ધકેલી હતી. વટવા પોલીસે સગીરાને આરોપી મહિલા ઝરીના ઘરેથી સગીરાને સલામત છોડાવી ત્રણેય મહિલા આરોપીની ધરપકડ કરી છે.
આ પણ વાંચો: મેટ્રિમોનિયલ સાઇટ્સથી ચેતજો, ‘પરફેક્ટ મેચ’ લગ્નની લાલચ આપી કરશે રેપ…!
પોલીસ તપાસમાં સામે આવ્યું કે છેલ્લા 3 મહિનાથી દેહવ્યાપારનો ધંધો કરાવતા હતા. મુખ્ય સૂત્રધાર અફસાના બાનુએ સગીરાને પોતાનો ભાઈ દુબઈમાં મોડલિંગનું અને મુંબઈમાં સિરિયલ લાઈનમાં લઈ જવાના બહાને સગીરાનું અપહરણ કરી દેહ વેપારમાં ધકેલી દીધી હતી. જેમાં જુદી-જુદી હોટલમાં ગ્રાહકો સાથે મોકલતા હતા. આ દરમિયાન કોરેક્ષ પીવડાવી નશામાં રાખતા હતા. આ સગીરા મહિલા આરોપીથી કંટાળીને 22 જુલાઈનાં રોજ પોતાના વતન નાસી ગઈ હતી ત્યારે મહિલા આરોપીએ સગીરાનો અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી પરત બોલાવી હતી. સગીરા 8 ઓગસ્ટના રોજ પોતાના ઘરે અમદાવાદ આવી હતી અને 10 ઓગસ્ટનાં રોજ ફરીથી ઘરે નીકળી ગઇ હતી. ત્યાર બાદ ફરિયાદ નોંધાતા હ્યુમન ટ્રાફિકિંગનો મામલો સામે આવ્યો હતો. પોલીસ તપાસમાં ખુલ્યું છે પકડાયેલ મહિલા આરોપી દેહ વેપારમાં છેલ્લા ઘણા સમયથી સંકળાયેલી છે.
મહત્વનું છે કે અનેક યુવતીઓ અને સગીરાને લાલચ આપી દેહ વ્યાપાર ધકેલવા અને તેમને વેચી દેવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. જેથી મહિલાઓના મોબાઈલ નંબર અને તેમની સાથે સંડોવાયેલા લોકોને પૂછતાછ શરૂ કરી છે. જેથી મહિલા આરોપીના રિમાન્ડ મેળવીને તપાસ કરી રહ્યા છે. ત્યારે મુખ્ય આરોપી અફસાના બાનુ બે વખત કોર્પોરેટર તરીકે અપક્ માંથી ચૂંટણી લડી ચૂકી છે.