સોસાયટીના ચેરમેનની ગુંડાગીરી, સાળી-સાળાને બોલાવી સભ્યો પર જીવલેણ હુમલો; 2ની ધરપકડ

મિહિર સોની, અમદાવાદઃ શહેરની સોસાયટીના મેઈન્ટેનન્સની બબાલમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. માતા અને પુત્ર પર હુમલાનો આ બનાવ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સોસાયટીના ચેરમેનના સાળાએ તેની પત્ની આવીને જીવલેણ હુમલો કર્યો છે. નરોડા પોલીસે દંપતી ધરપકડ કરી છે.
આરોપી દંપતી રાહુલ સાળી અને પૂજા સાળીએ માતા-પુત્ર પર જીવલેણ હુમલો કરતા નરોડા પોલીસે ધરપકડ કરી છે. ઘટનાની વાત કરીએ તો નરોડામાં આવેલા ઓર્ચિડ રોયલ ફ્લેટના ચેરેમન ધિમંત વ્યાસ અને સોસાયટીના સભ્યો વચ્ચે મેઇન્ટેનન્સ અને સોસાયટીની સમસ્યાને લઈ ઝઘડો ચાલતો હતો. આ ઝઘડાની અદાવત રાખીને ચેરમેન અને પત્ની સોનલે તેના ભાઈ રાહુલ સાળીને ફોન કરીને બોલાવ્યો હતો.
રાહુલ અને પત્ની પૂજા સોસાયટીમાં પ્રવેશીને અશ્લીલ શબ્દો બોલીને કિંજલબેન પંડ્યા અને 15 વર્ષીય તેના પુત્ર શિવમ પર હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જેમાં રાહુલ અને તેની પત્ની પૂજા ગુંડાગર્દી કરતા હોય તેમ સોસાયટીમાં પ્રવેશ કરીને હુમલો કર્યો હતો. આ ઘટનામાં ઈજાગ્રસ્ત કિશોરને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ત્યારે બાળકના માતા-પિતાએ અસામાજિક તત્વો જેવા ચેરમેન સામે કડક કાર્યવાહી માગ કરી છે.
પકડાયેલા દંપતી રાહુલ અને પૂજા નિકોલ મુખ્યમંત્રી આવાસ યોજના મકાનમાં રહે છે. આરોપી હાલ બેકાર છે. નરોડા પોલીસે સોસાયટીમાં થયેલા જીવલેણ હુમલાના કેસમાં દંપતીની ધરપકડ કરીને તપાસ કરતા ઓર્ચિડ રોયલ ફ્લેટમાં આરોપીની બહેન સોનલ વ્યાસ અને બનેવી ધિમંત વ્યાસ રહે છે. સોસાયટીમાં છેલ્લા બે વર્ષથી ચેરમેન તરીકે ધિમંત વ્યાસ ફરજ બજાવે છે. છેલ્લા ઘણાં સમયથી સોસાયટીનું મેઈન્ટેનન્સ કોઈ હિસાબ સોસાયટીમાં કોઈ સભ્યોને આપતો નહોતો. જેથી તમામ સભ્યોએ ચેરમેન સાથે ઝઘડો કર્યો હતો. આ ઝઘડાની અદાવતમાં હુમલો કર્યો હતો.
મહત્વનું છે કે, ચેરમેન ધિમંત વ્યાસે સોસાયટીના સભ્ય સુરેશ રાવલે મેઇનટેનન્સનો હિસાબ માગતા તેની સાથે માથાકૂટ કરી હતી અને તેની પર હુમલો કરવા માટે સાળાને બોલાવ્યો હતો. તેમાં આરોપીએ કિંજલબેન અને તેના પુત્ર સાથે બોલાચાલી કરી તેની પર હુમલો કરી દીધો હતો.
નરોડા પોલીસે સોસાયટીના વિવાદમાં થયેલા જીવલેણ હુમલા કેસમાં દંપતીની ધરપકડ કરી છે. આ ગુનામાં અન્ય કોઈ સંડોવણી છે કે કેમ તે દિશા તપાસ કરી રહી છે. ત્યારે ચેરમેન દરરોજ દારૂના નશામાં હોવાના આક્ષેપ કરી રહ્યા છે અને પોલીસે પણ સોસાયટીના લોકોના નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરી છે.