January 7, 2025

પ્રહ્લાદ નગરનું મલ્ટિલેવલ પાર્કિંગ 8 મહિનાથી તૈયાર, ઉદ્ઘાટન પહેલાં સિલિંગ લિકેજ

મિહિર સોલંકી, અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરમાં પાર્કિંગની સમસ્યાના નિરાકરણ માટે મલ્ટિલેવલ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી. જેમાં સમગ્ર અમદાવાદમાં કુલ 8 મલ્ટિલેવલ પાર્કિંગ બનાવવાના હતા.

આ મલ્ટિલેવલ પાર્કિંગમાં હાલમાં 2 પાર્કિંગ ચાલુ છે. ત્યારે બાકીના 5 પાર્કિંગની જગ્યાએ કામ ચાલુ છે. તેમાંથી એક પ્રહ્લાદ નગરનું પાર્કિંગ છે તે હજુ ચાલુ કરવામાં આવ્યું નથી.

ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ મેનેજમેન્ટ કમિટીના ચેરમેનને એવો સવાલ કરવામાં આવ્યો કે, પ્રહ્લાદ નગર પાર્કિંગ છેલ્લા આઠ મહિનાથી બનીને તૈયાર છે, છતાં શરૂ કરવામાં કેમ નથી આવ્યું. ત્યારે તેમના તરફથી એવો જવાબ મળ્યો હતો કે, આજે જ ટેન્ડરના ડિપોઝિટના પૈસા કોન્ટ્રાક્ટર દ્વારા ભરવામાં આવ્યા છે. જ્યારે સવાલ એ ઉભો થાય છે કે, આઠ મહિનાથી તૈયાર પ્રહ્લાદ નગર પાર્કિંગ શરૂ થયા પહેલા જ સિલિંગમાં લીકેજની સમસ્યા જોવા મળે છે.

પ્રહ્લાદ નગર પાર્કિંગ શરૂ નથી થયું એની પેહલા સિલીંગ તૂટી ગઈ છે. ત્યારે તેની જવાબદારી એસ્ટેટ વિભાગને ખ્યાલ નથી તો એન્જિનિયરીંગ વિભાગને પૂછવામાં આવશે તેવો ચેરમેન દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો. ત્યારે અહીં બીજા પાર્કિંગમાં એકાદ બે ગાડીઓ જોવા મળતી હોય છે એટલે તે ધોળા હાથી જેવા સાબિત થતાં જોવા મળે છે.