ઈરાની ગેંગના બે રીઢા ગુનેગારને પોલીસે દબોચી લીધા
મિહિર સોની, અમદાવાદ: ગ્રામ્ય પોલીસે કુખ્યાત ઈરાની ગેંગના 2 આરોપી ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગ પોલીસની સ્વાંગમાં લોકોને ટાર્ગેટ કરીને ચોરી અને લૂંટને અંજામ આપતા હતા. આ આરોપીઓ 20 થી વધુ ગુનાને અંજામ આપી ચૂક્યા છે. આવો જાણીએ કે આ ગેંગના આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ.
ગુના આચર્યા હોવાનું તપાસમાં ખુલ્યું
ગ્રામ્ય પોલીસની કસ્ટડીમાં જોવા મળતા આરોપી મુસ્તુફા જાફરી અને શખી જાફરી ઈરાની ગેંગના સભ્યો છે. ગ્રામ્ય પોલીસ વાહન ચેકીંગ કરી રહી હતી. ત્યારે નંબર પ્લેટ વગરના બાઈક સાથે નીકળેલા આરોપીઓને શંકાના આધારે પૂછપરછ કરવામાં આવી હતી. ઈરાની ગેંગ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું હતું. આ આરોપીઓ સાંણદ ,વિરમગામ અને બાવળા માં 3 ગુનાને અંજામ આપ્યો હતો. તેઓ ગુજરાતના જુદા જુદા જિલ્લામાં પોલીસ સ્વાંગ રચીને અનેક ગુના આચર્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે.
આ પણ વાંચો: અમદાવાદમાં સોનાના બિસ્કિટની ખરીદીના બહાને છેતરપિંડી કરતી ગેંગના 3 આરોપીઓ ઝડપાયા
પોલીસ તપાસ સામે આવ્યું
પોલીસ તપાસ સામે આવ્યું કે કુખ્યાત ઈરાની ગેંગ દ્વારા ગુજરાતમાં 20 થી વધુ ગુના અંજામ આપવામાં આવ્યો છે. ત્યારે ગુજરાત, મુંબઈ મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં 100 થી વધુ ગુના કરવામાં આવ્યા છે. આરોપી ગુનાને અંજામ આપવા માટે ફ્લાઇટથી અવરજવર કરતા હોવાનું સામે આવ્યું છે. સાથે જ રેકી કરવા માટે લોકલ ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરતા હતા..આ ઈરાની ગેંગ પોલીસ બનીને ચેકીંગના નામે લોકો પાસે પૈસા પડાવતા હતા. બેંકમાં પૈસા ભરવા આવતા લોકોને પૈસા ભરવામાં મદદ કરવાના બહાને નજર ચૂકવીને પૈસા લઈ લેતા હતા. આવી રીતે અલગ અલગ મોડ્સ ઓપરેન્ડીથી પૈસા લઈને ફરાર થઈ જતા હતા.
અન્ય આરોપીને લઈ શોધખોળ શરૂ
આ ઇરાની ગેંગ વિરુદ્ધ નવા કાયદા મુજબ ગ્રામ્ય પોલીસે ઓર્ગેનાઇઝ ક્રાઇમ આચરતી સિન્ડિકેટ ગેંગની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. વિરમગામ પોલીસે બંને આરોપીની કસ્ટડી બાવળા પોલીસને સોંપી છે. જ્યારે આ ગેંગમાં સામેલ અન્ય આરોપીને લઈ શોધખોળ શરૂ કરી છે.