અમદાવાદ પોલીસની વધુ એક સરાહનીય કામગીરીનો વીડિયો વાયરલ
અમદાવાદઃ શહેર પોલીસની વધુ એક સરાહનીય કામગીરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ટ્વીટ કરીને અમદાવાદ પોલીસની કામગીરીને બિરદાવી છે.
અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસની કામગીરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં અકસ્માતમાં ઇજાગ્રસ્ત મહિલાને પોલીસ ગાડીમાં બેસાડીને સારવાર આપવામાં આવી છે. પોલીસે ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
રિવરફ્ર્ટ રોડ ઉપર એક્સીડન્ટ થયેલ મહિલાને રિવરફ્ર્ટ પોલીસ ની પેટ્રોલિંગ કારના કર્મચારીઓએ તાત્કાલિક વી એસ હોસ્પિટલ ખાતે સારવાર કરાવી સારી કામગીરી કરેલ છે @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @InfoGujarat #AhmedabadPolice pic.twitter.com/sGEoUQzJ5T
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) February 8, 2024
પેટ્રોલિંગમાં રહેલી પોલીસે 108ની રાહ જોયા વગર પોલીસ વેનમાં બેસાડીને જ સારવાર આપવાની ચાલુ કરી દીધી હતી. ત્યારબાદ પોલીસે મહિલાને વીએસ હોસ્પિટલ વધુ સારવાર માટે ખસેડી હતી.
મળતી માહિતી પ્રમાણે, રિવરફ્રન્ટ આશ્રમ રોડ પર અકસ્માત થયો હતો. જેમાં એક્ટિવાચાલક મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી. ત્યારે પેટ્રોલિંગમાં રહેલી પોલીસ મહિલાની મદદે દોડી આવી હતી અને આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.