December 21, 2024

અમદાવાદમાં ગુનાખોરીને ડામવા પોલીસ એક્શનમાં, મોડી રાત્રે કાગડાપીઠ વિસ્તારમાં પોલીસે હાથ ધર્યું કોમ્બિંગ

Ahmedabad: અમદાવાદમાં ગુનાખોરીને ડામવા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. ગઈકાલે મોડી રાત્રે કાગડાપીઠ વિસ્તારમાં પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું હતું. જેમા ક્રાઈમ બ્રાન્ચ અને ઝોન 6 ની ટીમે કોમ્બિંગ હાથ ધર્યું હતું. તેમજ મોડી રાત્રે શંકાસ્પદ વાહનોની તપાસ પણ કરવામાં આવી છે. નોંધનીય છે કે, એક દિવસ અગાઉ આ જ વિસ્તારમાં યુવકની હત્યા થઈ હતી. જે હત્યા બાદ સ્થાનિક PI ને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: જંબુસરના આમોદ રોડ પર ઇકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, 6 લોકોના ઘટનાસ્થળે મોત ત્રણની હાલત ગંભીર

મળતી માહિતી અનુસાર અમદાવાદ શહેર જાણે કે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. એક પછી એક હત્યા, ફાયરીંગ અને મારામારીના બનાવો એ પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા કર્યા છે. શહેરમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે. ન્યુ ક્લોથ માર્કેટ પાસે રવિવારે મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં ચાર યુવકોએ બે વ્યક્તિ પર તિક્ષણ હથિયાર વડે હુમલો કર્યો હતો. જે બાદ મોડી રાત્રે કાગડાપીઠ વિસ્તારમાં પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું હતું.