અમદાવાદમાં કોમ્બિંગ દરમિયાન સગીરા વેશ્યાવૃત્તિ કરતી ઝડપાઈ, 2 વર્ષ પહેલાં ભારત આવી હતી

ફાઇલ તસવીર
અમદાવાદઃ વસ્ત્રાલમાં અસામાજિક તત્વોના આતંક બાદ ગુજરાત પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે રાત્રિમાંકોમ્બિંગ દરમિયાન મહિલા પીઆઈ અને ક્રાઈમ બ્રાન્ચના AHTU યુનિટે નરોડા પોલીસ સ્ટેશનની આસપાસના વિસ્તારમાં રાત્રિના સમયે એક સગીર છોકરીને વેશ્યાગીરી કરતી ઝડપી પાડી હતી.
ત્યારબાદ સગીરાને બચાવી લેવામાં આવી હતી અને તેનું મેડિકલ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમાં તસ્કરી, પોક્સો એક્ટ અને સગીર પર બળાત્કારનો ગુનો નોંધવામાં આવ્યો છે.
તેણી 16 વર્ષની હોવાનું માનવામાં આવી રહ્યું છે અને તે બાંગ્લાદેશી મૂળની છે. તેને 2 વર્ષ પહેલાં અમદાવાદ લઈ જવામાં આવી હતી અને રાત્રે સ્પા, રસ્તાના કિનારે વગેરે જગ્યાએ વેશ્યાગીરી કરાવવા માટે મજબૂર કરવામાં આવી હતી.
તેણે એમ પણ જણાવ્યું હતું કે, તેના સિવાય બીજી 6 મહિલાઓને વેશ્યાવૃત્તિમાં ધકેલી દેવામાં આવી હતી. થોડા વર્ષો પહેલાં બાંગ્લાદેશમાં પણ આવા જ તસ્કરો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. હાલ આ મામલે વધુ તપાસ ચાલુ છે.