January 16, 2025

પત્ની સાથે આડા સંબધની શંકામાં પતિએ સાળા સાથે મળી કરી યુવકની હત્યા, પોલીસે બે આરોપીની કરી ધરપકડ

મિહિર સોની, અમદાવાદ: પત્ની સાથે આડા સંબધની શંકાએ પતિ એ સાળા સાથે મળી હત્યાને અંજામ આપ્યો હતો. શહેરના કાગડાપીઠ વિસ્તારમાં બોલાચાલી બાદ યુવકની હત્યા કરવામાં આવી હતી. જે મામલે પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. સાથે જ હત્યા માટે અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે અંગે તપાસ શરુ કરી છે.

ગઈકાલે હત્યાને અંજામ આપવામાં આવ્યો
શહેરના કાગડાપીઠ વિસ્તારમાં આવેલી સાકળચંદ મુખીની ચાલીમાં ગત મોડી રાતે એક યુવકની હત્યા કરવામાં આવી છે. મૃતક નિતિન પઢીયારની જ ચાલીમાં રહેલા બે આરોપી કીરણ ચૌહાણ અને ગીરીશ સરગરાએ તેની હત્યા કરી હતી. મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી મૃતક નિતિનના આરોપી કીરણની પત્ની સાથે આડા સંબંધ હોવાની શંકા હતી. તે જ કારણે કિરણ અને નિતિન વચ્ચે તકરાર થતી હતી. તે જ કારણે ગઈકાલે હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો.

બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી
નિતિની હત્યાની તપાસ કરતા હકિકત સામે આવી કે. મૃતક નિતિનના લગ્ન 18 વર્ષ પહેલા થયા હતા. તેને 3 બાળકો તથા પરિવાર સાથે તે સાકળચંદ મુખીની ચાલીમાં વચવાટ કરે છે. સાથે જ આરોપી તેની પત્ની સાથે સાથે નજીકમાં જ રહેતો હતો. નિતિન તથા આરોપી કીરણની પત્ની વચ્ચે સંબંધની શંકાથી અગાઉ પણ બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. જે વાતની શંકા રાખી ગઈકાલે સાળા બનેવી- કિરણ અને ગીરીશે હત્યાને અંજામ આપ્યો હોવાનુ સામે આવતા પોલીસે બન્નેની ધરપકડ કરી છે.

આ પણ વાંચો: બેટ દ્વારકામાં અત્યાર સુધીમાં 53 કરોડથી વધુની કિંમતની જમીન ખુલ્લી કરાઈ

પોલીસ શું કાર્યવાહી કરશે
હત્યાના ગુનામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. જોકે અન્ય એક દેવા નામના આરોપીનું નામ પણ પરિવારજનો જણાવી રહ્યાં છે. જોકે હત્યામાં તેની સંડોવણી છે કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. સાથે જ ઝડપાયેલ આરોપી વિરુધ્ધ અગાઉ પ્રોહિબીશનના ગુના પણ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. ત્યારે હત્યાના ગુનામાં પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવુ મહત્વનું છે.