December 26, 2024

ડાકોર પદયાત્રીઓને લઈ અમદાવાદ પોલીસનું જાહેરનામું, આ રસ્તાઓ રહેશે બંધ

અમદાવાદ: દેશભરમાં ધામધૂમ પૂર્વક હોળીની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે હવે હોળીને આડે ગણતરીના દિવસો બાકી છે. રંગોના તહેવારની ઉજવણીની જોરશોરથી તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. તો 25 માર્ચે યાત્રાધામ ડાકોર મંદિરમાં હોળીની ઉજવણી કરવામાં આવશે. આ હોળી પર લાખો ભક્તો પગપાળા ડાકોર પદયાત્રા કરતા હોય છે. તેને ધ્યાનમાં રાખીને આ પદયાત્રાના રૂટ પર પદયાત્રીઓ સાથે કોઈ પણ અકસ્માતના થાય તે માટે અમદાવાદ પોલીસનું જાહેરનામું બહાર પાડ્યું છે.

મળતી માહિતી અનુસાર ડાકોરમાં રણછોડરાયજી મંદિરમાં 25મી માર્ચે હોળીની ઉજવણી કરવામાં આવશે. ઉત્સવને લઈને મંદિરમાં 24 અને 25મી માર્ચે ભગવાનના દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. 24મી માર્ચે વહેલી સવારે 5 કલાકે મંગળાઆરતી અને 25મી માર્ચે વહેલી સવારે 4 કલાકે મંગળાઆરતી થશે. ડાકોરમાં આમલકી એકાદશીથી પૂર્ણિમા સુધી હોળી ફાગણી પૂનમ મેળો યોજાશે. આ ઉત્સવના દર્શનનો લાભ લેવા રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં પદયાત્રિકો સહિત શ્રધાળુઓનો મહેરામણ ઉમટી પડશે. જેને લઇને હવે આ પદયાત્રાના રૂટ પર પદયાત્રીઓ સાથે કોઈપણ અકસ્માતના થાય તે માટે અમદાવાદ પોલીસનું જાહેરનામું બહાર પાડ્યું છે.

પગપાળા દર્શનાર્થીઓને વાહનો અવર જવર લઈને અકસ્માતોની સંભવાના વધુ હોઈ શકે છે જેને કારણે કેટલાક રોડ બંધ કરાયા છે. ઉલ્લેખનીય છે કે, જશોદા નગર ચાર રસ્તાથી હાથીજણ રીંગરોડ લાલગેભી સર્કલથી હાથીજણ-મહેમદાબાદ મુખ્ય નેશનલ હાઇવે પરથી ડાકોર પદયાત્રી દર્શનાર્થે જતા હોય છે. ડાકોર પગપાળા દર્શનાર્થીઓને લઇને વાહન અવર-જવર અને અકસ્માત તેમજ જાનહાની થવાની સંભાવના હોય છે. જેથી અનેક રૂટ પર વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મૂક્યો છે.

તમને જણાવી દઇએ કે જશોદા નગર ચાર રસ્તાથી વિંઝોલ ચાર રસ્તા સુધી જતો એક તરફનો રોડ તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે. જશોદા નગર ચાર રસ્તાથી વિંઝોલ ચાર રસ્તા સુધી જતો બીજી સાઈડ રોડ પરથી અવર જવર ચાલુ રહેશે. જ્યારે વિંઝોલ ચાર રસ્તાથી જશોદા નગર ચાર રસ્તા તરફ જતા તમામ વાહનો રિંગરોડ પર બન્ને તરફ ડાયવર્ટ થઈ એકસપ્રેસ હાઇવે તરફ તથા નારોલ સર્કલ તરફ અવર જવર કરી શકશે. ઉલ્લેખનીય છે કે, 19 માર્ચથી 26 માર્ચ સુધી એક સાઈડનો રોડ બંધ રહેશે