December 26, 2024

લોકસભાની 4 સીટ મતદાન અંતર્ગત અમદાવાદ પોલીસ એક્શનમાં

મિહિર સોની, અમદાવાદ: લોકસભાની ચુંટણી પહેલા શહેર પોલીસ સતર્ક બની છે. અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર વિસ્તારમાં લોકસભાની 4 સીટો માટે મતદાન થવાનું છે, જેમાં ગાંધીનગર, અમદાવાદ પૂર્વ- પશ્ચિમ અને ખેડા સીટના મતદાન વિસ્તારનો સમાવેશ થાય છે. જે મતદાન સમયે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમમાં ન મુકાય તે માટે માઈક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: ગુજરાતમાં હિંદુ નેતાઓની હત્યાનું હતું કાવતરું, સુરત પોલીસે મૌલાનાને દબોચ્યો

શહેરમાં કુલ 1168 બિલ્ડિંગમાં 4132 બુથ પર મતદાન થનાર છે. જે માટે 7 હજાર જેટલા પોલીસ કર્મચારી અને અધિકારીઓ ફરજ બજાવશે. જેમાંથી 931 બુથો ક્રિટિકલ અને 3201 બુથ નોર્મલ છે. 7 હજાર પોલીસની સાથે ITBP, BSF, CISF અને SAPFની અલગ અલગ કંપનીઓ બંદોબસ્ત માટે ફાળવવામાં આવી છે.

આ સાથે જ ચૂંટણી માં 57 ફ્લાઈંગ સ્કોર્ડ, 86 સ્ટ્રેટેજીકલ ટીમ બનાવવામાં આવી છે. આ ઉપરાંત 68 પોઇન્ટ પર નાકાબંધી ગોઠવવામાં આવી છે. જેથી ગેરકાયદે પ્રવૃતિ અટકાવી શકાય. નોંધનીય છે કે લોકસભાની ચૂંટણીમાં આચારસંહિતા લાગુ થયા બાદ શહેરમાં મોટી રકમ નાણાંની હેરફેર નો એક પણ કેસ નોંધાયો નથી.