May 18, 2024

અમદાવાદમાં આવતીકાલે આ રોડ બંધ રહેશે, જાણો વૈકલ્પિક રસ્તો

ahmedabad pm narendra modi gujarat visit narendra modi stadium main road will be close traffic department circular

ફાઇલ તસવીર

અમદાવાદઃ આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વતનની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં વડાપ્રધાન મોદીના પ્રવાસને લઈને ટ્રાફિક વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આવતીકાલે PM નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવવાના છે. ત્યારે VVIP મૂવમેન્ટને લઈને ટ્રાફિક વિભાગે જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામામાં જણાવવામાં આવી રહ્યું છે કે, 22 તારીખે મોટેરા સ્ટેડિયમનો મુખ્ય માર્ગ બંધ રહેશે. વાહનો અવરજવર માટે વૈકિલ્પક વ્યવસ્થાનો ઉપયોગ કરવાનો રહેશે. સવારે 6 વાગ્યેથી બપોરના 3 વાગ્યા સુધી મોટેરા રોડ બંધ રહેશે.

ક્યો રૂટ બંધ રહેશે?
જનપથથી મોટેરા સ્ટેડિયમના મુખ્ય ગેટ થઈને કૃપા રેસિડેન્સીથી લઈને મોટેરા સુધીનો મુખ્ય માર્ગ બંધ રહેશે.

કયો વૈકલ્પિક માર્ગ ઉપયોગ કરી શકાશે?
1. તપોવન સર્કલથી ONGC ચાર રસ્તાથી વિસતથી જનપથ થઈ પાવર હાઉસ ચાર રસ્તા થઈ પ્રબોધ રાવળ સર્કલ સુધીના માર્ગ પરથી અવરજવર કરી શકાશે.
2. કૃપા રેસિડેન્સીથી થઈ શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈ ભાટ-કોટેશ્વર રોડ થઈ એપોલો સર્કલ તરફ અવરજવર કરી શકાશે.

શું છે વડાપ્રધાનનું શિડ્યૂલ?
આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જેમાં તેઓ મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. સવારે 10 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચશે. ત્યાંથી નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં સહકાર સંમેલનમાં હાજરી આપશે. ત્યારબાદ હેલિકોપ્ટર મારફતે મહેસાણા પહોંચશે. ત્યાં તરભ-વાળીનાથ મંદિરમાં દર્શન કરી 1 વાગ્યે જાહેર સભાને સંબોધન કરશે. ત્યારબાદ બપોરે 2:45 કલાકે અમદાવાદથી નવસારી અને કાકરાપાર મુલાકાતે રવાના થશે. સાંજે 4:15 વાગ્યે નવસારી પહોંચી વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સાંજે 6 કલાકે કાકરાપાર એટોમિક પાવર સ્ટેશનની મુલાકાત લેશે અને ત્યારબાદ 7:35 કલાકે સુરતથી વારાણસી જવા રવાના થશે.