January 24, 2025

Ahmedabad : છેલ્લા ચાર દિવસમાં જાહેરમાં થૂંકનાર 300 થી વધુ લોકો દંડાયા

AHMEDABAD - NEWSCAPITAL

અમદાવાદને સ્વચ્છ બનાવવાની ઝુંબેશ અંતર્ગત શહેરમાં જાહેરમાં થૂંકતા લોકો પર સીસીટીવી દ્વારા નજર રાખવમાં આવી રહી છે. જાહેર રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ પર પણ સીસીટીવી દ્વારા નજર રાખવામાં આવી રહી છે. જો કોઈ પણ વ્યક્તિ થૂંકતા કેમેરામાં કેદ થાય તો ટ્રાફિક મેમોની જેમ જાહેરમાં થૂંકવા માટેનો મેમો પણ વ્યક્તિના ઘરે પહોંચી જશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરમાં થૂંકવા બદલ 100 રૂપિયાથી લઈને મહત્તમ 500 રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે.

સૌથી વધુ પશ્ચિમ વિસ્તારમાં દંડાયા

છેલ્લા ચાર દિવસમાં જાહેરમાં થૂંકરનારા કુલ 388 લોકોને AMC દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે. પહેલા દિવસે સાત ઝોનના વિવિધ રસ્તા પર થૂંકનારા 152 લોકો પાસેથી 18,050 રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો હતો. જ્યારે બીજા દિવસે 135 થી વધુ લોકોને દંડ કરી રૂ. 15,210 વસુલવામાં આવ્યા હતા. ત્રીજા દિવસે જાહેરમાં થૂંકવા બદલ 101 લોકોને દંડ કરી, તેમની પાસેથી રૂ. 12,000 નો દંડ વસુલવામાં આવ્યો હતો. શહેરમાં જાહેરમાં થૂંકનારા સૌથી વધુ પશ્ચિમ વિસ્તારમાંથી દંડાયા હતા.AHMEDABAD - NEWSCAPITAL

આ પણ વાંચો : નાઇટ રાઉન્ડમાં રેડ એલર્ટ સ્કીમ, અમદાવાદ પોલીસની અસરકારક કામગીરી

CCTVથી પણ નજર રાખવામાં આવી રહી છે

ઉલ્લેખનીય છે કે, રોડ રસ્તા પર પાન મસાલાની પડીકી ખાઈને કેટલાક લોકો જાહેર રસ્તા પર પીચકારી મારતા હોય છે ત્યારે અમદાવાદમાં હવેથી આવા લોકો પર દંડ ફટકારવાનું તંત્રએ શરૂ કર્યું છે. AMC દ્વારા દંડની કામગીરી અમલમાં મૂકવામાં આવી છે અને ઝોન મુજબ સ્કવોડ બનાવીને જાહેરમાં થૂંકનારા લોકોને ઝડપી દંડ ફટકારવામાં આવી રહ્યો છે. AMC દ્વારા જાહેરમાં થૂંકવા માટે રૂ. 50 થી લઈને 100 સુધીના દંડની જોગવાઇ કરવામાં આવી છે. વધુમાં રાહદારીઓ સહિત વાહનચાલકો પર CCTVથી પણ નજર રાખવામાં આવી રહી છે.