ONGCના નામે ઠગાઈ, ભરતી કૌભાંડ મામલે એક આરોપીની ધરપકડ

અમદાવાદઃ ONGCના નામે ઠગાઈ કરવાનું સામે આવ્યું છે. આ મામલે ભરતીનો કૌભાંડનો આરોપી ઝડપાયો છે. નકલી ઓફર લેટર, નકલી આઈકાર્ડ, નકલી પગાર સ્લિપ આપતો હતો.

ચાંદખેડામાં આવેલી ONGC આઉટ સોર્સ અને રેગ્યુલર ભરતી કરતી હોય છે. આરોપી ગૌતમ બાલાભાઈ સોલંકી દ્વારા લોકોને નોકરી આપવા બાબતે છેતરપિંડી આચરવામાં આવી હતી. આરોપી ચાંદખેડાનો રહેવાસી છે, મૂળ લીંબડીમાં રહે છે. આરોપીએ અત્યાર સુધીમાં 50 યુવાનો સાથે ચિટિંગ કરી છે. આરોપી ONGC વિશે પ્રાથમિક માહિતી રાખતો હતો.

ONGC ખાતે પોતે ફરીને માહિતી એકઠી કરી હતી અને ભરતી કરવાની જાહેરાત બહાર પાડી હતી. જાહેરાત બાદ ખોટા ઇન્ટરવ્યુ લીધા અને એક મહિનાની તાલીમ યુવાનોને આપતો હતો. આ મામલે યુવાનોને ફી પેટે અત્યાર સુધીમાં 20-25 લાખ રૂપિયા મેળવેલા છે. યુવાનોને તાલીમને નામે ONGCના તેલના કૂવે લઈ જતો અને તેના ફોટો બીજા નવા યુવાનોને બતાવતો હતો.

મામલે ONGCને ખ્યાલ આવતા તેમની વિજિલન્સ ટીમે ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કર્યો હતો. આરોપી ONGCના સ્ટાફને કેવા દસ્તાવેજો જોઈએ તેના વિશે તે માહિતગાર હતો. ONGCના કર્મચારીઓને અપાતા આઈ કાર્ડ જેવા જ ભોગ બનનારા યુવાનોને પણ આપવામાં આવતા હતા.

આ સમગ્ર મામલો ONGC વિજિલન્સ સ્ક્વોર્ડના ધ્યાને આવતા તપાસ શરૂ કરી હતી. આરોપી પાસે નકલી સહીસિક્કા, એપાઈન્ટમેન્ટ લેટર મળી આવ્યા હતા. હાલ આરોપી ત્રણ દિવસના રિમાન્ડ પર છે.