January 22, 2025

અમદાવાદની નવી પોલીસ કમિશનર કચેરીમાં કર્મીની આત્મહત્યા, રાયફલથી ગોળી મારી

અમદાવાદઃ શહેરની નવી પોલીસ કમિશનર કચેરીમાં પોલીસકર્મીએ આત્મહત્યા કરી છે. કમિશનર કચેરીમાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા પોલીસકર્મીએ આપઘાત કર્યો છે.

મળતી માહિતી પ્રમાણે, પોલીસકર્મીએ જીતેન્દ્ર વાઝા નામના પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કર્યો છે. પોલીસકર્મીએ ઇન્સાસ રાયફલથી આપઘાત કર્યો છે. બે દિવસ પહેલા જ નવી પોલીસ કમિશનર કચેરીમાં ફરજ પર મૂકવામાં આવ્યો હતો.

બે દિવસ પહેલા જ રાયફલ અને 20 જેટલા કારતૂસ આપ્યા હતા. હાલ તો પોલીસકર્મીના આપઘાત પાછળનું કારણ અકબંધ છે. પોલીસ હેડ ક્વાટર્સે નવી પોલીસ કમિશનર કચેરી આવેલી છે. પોલીસ હેડ ક્વાટર્સમાં વહેલી સવારે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.