December 19, 2024

નહેરુનગર સર્કલ પાસે ફ્રુટના વેપારીની ફાયરિંગ કરીને હત્યા કેસનો ભેદ ઉકેલાયો

મિહિર સોની, અમદાવાદ: નહેરુનગર સર્કલ પાસે ફ્રુટના વેપારીની ફાયરિંગ કરીને હત્યા કેસનો ભેદ ઉકેલાયો છે. જેમાં ભત્રીજાએ રૂપિયા 25 લાખની સોપારી આપીને કાકાની હત્યા કરાવી હોવાનું સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચે ચાર આરોપીની અત્યાર સુધીમાં ધરપકડ કરી છે. અઢી કરોડના જમીન વિવાદમાં સોપારી આપીને હત્યા કરવામાં આવી છે. આવો જાણીએ સંપુર્ણ માહિતી.

4 આરોપીની ધરપકડ કરી
મૃતકના ભત્રીજા અશોક મોદીએ હત્યા કરવા માટે આરોપીઓને રૂપિયા 25 લાખની સોપારી આપી હોવાનુ સામે આવ્યુ છે. રાજસ્થાનમાં અઢી કરોડની જમીન વિવાદ અને પિતાની હત્યામાં મૃતકના પુત્રની સંડોવણીની શંકા રાખીને આરોપીએ હત્યા કરવા માટે સોપારી આપી હતી. રૂપિયા 25 લાખની સોપારીમા 75 હજાર એડવાન્સ આપ્યા હતા. હત્યા બાદ બીજા રૂપિયા આપવાના હતા. પરંતુ ક્રાઈમ બ્રાંચે ટેકનીકલ એનાલીસીસ અને હ્યુમન સોર્સની મદદથી હત્યાનો ભેદ ઉકેલીને ભત્રીજા અશોક મોદી સહિત 4 આરોપીની ધરપકડ કરી છે.

ગોળી મારી હત્યા કરી દીધી
પકડાયેલા આરોપી મુખ્યસુત્રધાર મૃતકનો ભત્રીજો અશોક મોદી છે. આ આરોપીએ અન્નુ રાજપુતને સોપારી આપી હતી. જયારે કુલદીપ પરમારે બદાજી મોદી પર ફાયરીંગ કરીને હત્યા કરી હતી. જયારે અંકિત ભદોરીયાએ હત્યામાં મદદગારી કરી હતી. આરોપીઓ હત્યાને અંજામ આપીને આરોપી બાઈક પર કાલુપુર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. પરંતુ ટ્રેન નહિં મળતા તેઓ બસ દ્રારા રાજસ્થાન પહોંચ્યા હતા અને ત્યાંથી મધ્યપ્રદેશના રતલામ પહોચ્યા હતા. ક્રાઈમ બ્રાંચે રતલામથી આરોપીની ધરપકડ કરી છે.

આ પણ વાંચો: ઈકો સેન્સિટિવ ઝોનના વિરોધમાં ભાલછેલ ખાતે સભા બાદ ટ્રેક્ટર રેલી યોજી આવેદનપત્ર આપ્યું

દિકરાનો હાથ હોવાનુ શકા
આરોપી અશોક મોદીના પિતા ખેતારામ મોદીની એક વર્ષ પહેલા ગળુ દબાવીને રાજસ્થાન હત્યા થઈ હતી. આ કેસનો ભેદ હજુ સુધી ઉકેલાયો નથી. જેથી અશોકને પિતાની હત્યામા કાકા અને તેના દિકરાનો હાથ હોવાનુ શકા હતી. આ અદાવત અને બદલો લેવા બે મહિના પહેલા જ આરોપીને સોપારી આપી હતી. આરોપીએ અગાઉ છરીથી હુમલો કરીને હત્યા કરવાનો પ્રયાસ કર્યો પંરતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા. જેથી બીજી વખત બદાજી પર પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારી હત્યા કરી દીધી હતી.