December 22, 2024

નારોલની દેવી સિન્થેટિકમાં ગેસ ગળતર; બેનાં મોત, સાત ઇજાગ્રસ્ત

અમદાવાદઃ શહેરના નારોલ વિસ્તારમાં આવેલી દેવી સિન્થેટિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગેસ ગળતરથી બે લોકોનાં મોત નીપજ્યા છે. જ્યારે સાત જેટલા લોકો ઇજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક એલજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે, કંપનીની અંદર સલ્ફ્યુરિક એસિડનું ટેન્કર ખાલી થતું હતું ત્યારે બ્લીચિંગ વિભાગમાં કોસ્ટિક સોડા સાથે રિએક્શન થતાં ફયૂમના કારણે જે માણસો કામ કરતા હતા એ લોકો ગેસની અસરથી બેભાન થઈ ગયા હતા. ગેસ ગળતરથી ઇજાગ્રસ્ત થયેલા 8 વ્યક્તિઓને 108 મારફતે LG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

વધુ ગેસ ઘડતર ન થાય તે માટે પર્સનલ પ્રોટેક્ટિવમેન્ટનો ઉપયોગ કરીને વાલ્વ બંધ કરવામાં આવ્યા હતા. ફાયર રેસ્કયૂની ટીમે ફોરેન્સિક લેબ, જીપીસીબી અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર DISHને વિસ્તૃત સ્થળ તપાસ માટે પોલીસને બોલાવ્યા હતા.

ઇજાગ્રસ્તોનાં નામ
મફુઝ અંસારી (ઉ.વ. 42)
મહેન્દ્રભાઈ (ઉ.વ. 50)
ઇશાદ ખાન (ઉ.વ. 25)
મંગલ સિંઘ (ઉ.વ. 56)
અશોકભાઈ (ઉ.વ. 56)
માલજીભાઈ (ઉ.વ. 59)

મૃતકના નામ
લવકુશ મિશ્રા (ઉ.વ. 32)
કમલકુમાર યાદવ (ઉ.વ. 25)