February 13, 2025

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાંથી 5 સટ્ટોડીયાની ધરપકડ

અમદાવાદઃ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તાજેતરમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચ યોજાઈ હતી. ત્યારે ઘણાં દર્શકો મેચ જોવા આવ્યા હતા. તેમાંથી કેટલાક લોકો ત્યાં બેસીને સટ્ટો રમતા હતા.

પોલીસે આ મામલે 5 આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને તમામની ધરપકડ કરવામાં આવી છે. રાજેન્દ્ર સોનવણે, નીપુન આનંદ, આદિત્ય ડાગોર, જયપાલ ભટ્ટ અને સંજીવ ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે. ચાંદખેડા પોલીસે અને ઝોન 2 એલસીબીએ સંયુક્ત કાર્યવાહી કરી હતી.

ઉલ્લેખનીય છે કે, તમામ આરોપીઓ અલગ અલગ આઇડી પરથી સટ્ટો રમતા હતા. ત્યારે આ મામલે પોલીસે તમામ આરોપીઓની પૂછપરછ શરૂ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.