December 12, 2024

હનિટ્રેપનું મોટું રેકેટ ચલાવતી ગેંગને દબોચી, પોલીસ હોવાનો રોફ બતાવી 5 લોકો પાસે કર્યો તોડ

અમદાવાદ: નળસરોવર પોલીસે હનિટ્રેપનું મોટું રેકેટ ઝડપી પાડ્યું છે. હનિટ્રેપના રેકેટમાં બે મહિલા સહિત બે પુરુષોની ધરપકડ કરવામાં આવી છે.  જોકે, આ લોકો એપ્લિકેશનથી લોકો સાથે સંપર્ક કરતાં હતા. તેમજ સંપર્ક પછી મહિલાને મળવા માટે બોલાવતા હતા. જે બાદ નકલી અધિકારી તરીકે રેડ કરતાં હતા.

મળતી માહિતી અનુસાર નળસરોવર પોલીસે હનીટ્રેપનું મોટું રેકેટ ઝડપ્યું છે. હનીટ્રેપના રેકેટમાં બે મહિલા, બે પુરુષો સહીત 5ની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ એપ્લિકેશનથી સંપર્કમાં આવ્યા પછી મળવા બોલાવતા હતા અને તે બાદ તોડ કરતા હતા. આરોપીઓએ અત્યાર સુધીમાં 5 લોકોને ફસાવી રૂપિયાનો તોડ કર્યો છે. શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતા યુવકને હનીટ્રેપમાં ફસાવ્યો હતો. નળસરોવર નજીક બોલાવી પોલીસ હોવાનો રોફ જમાવી ડરાવ્યો હતો. વધુમાં યુવકના ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડથી સાડા ચાર લાખની ઉચાપત કરી હોવાનું પણ સામે આવ્યું છે.

આ પણ વાંચો: સાણંદના ચેખલામાં NIAના દરોડા, આદિલ આતંકી સંગઠન જૈશ-એ-મહોમ્મદનો સભ્ય

આ ઘટનાને પગલે ગેંગની બે યુવતી સહિત પાંચ લોકોને અમદાવાદ ગ્રામ્ય પોલીસે ઝડપી લીધા છે. જાનકી ઉપરા, નાસીર જસરાયા, કૌસર પિંજારા, રાજ કોટાઇની ધરપકડ કરી છે. તો રાજકોટના રહીશ સાહિલ વાઘેલાને પણ પોલીસે દબોચી લીધો છે. આરોપીઓ પાસેથી દાગીના, રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.