December 23, 2024

પરણીતાએ લગ્નનો ઇન્કાર કરતાં થઈ હત્યા, 2 વર્ષે પકડાયો આરોપી

મિહિર સોની, અમદાવાદ: નરોડામાં 2 વર્ષ પહેલાં પરિણીત યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો. ક્રાઇમ બ્રાન્ચે હત્યા કરનાર પ્રેમીની કરી ધરપકડ. પરણીતાએ લગ્ન કરવાનો ઇન્કાર કરતા તો પ્રેમીએ દુપટ્ટાથી ગળું દબાવીને હત્યા કરી. ક્રાઇમ બ્રાન્ચે ઓરિસ્સાથી આરોપીને ઝડપીને હત્યાનો ભેદ ઉકેલ્યો.

નરોડામાં યુવતીના હત્યા કેસમાં નરોડા પોલીસે આરોપી પંકજ સાવની ધરપકડ કરી લીધી છે. આરોપીએ પોતાની પરિણીત પ્રેમિકા મધુબેન ડામોરની હત્યા કરી હતી. બે વર્ષથી વોન્ટેડ આરોપી પંકજને ક્રાઇમ બ્રાન્ચે ઓરિસ્સાથી ઝડપી લીધો. ઘટનાની વાત કરીએ તો 30 સપ્ટેમ્બર 2022ના રોજ નરોડા જીઆઇડીસીમાં અર્ચિત ઓર્ગેનિક્સ લિમિટેડ નામની કંપનીના પ્લોટમાં મધુબેન ડામોર નામની પરિણીત યુવતીનું દુપટ્ટાથી ગળુ દબાવીને હત્યા કરી દીધી હતી. આ હત્યા કેસનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે 2 વર્ષ બાદ ઉકેલીને હત્યા કરનાર પ્રેમી પંકજ સાવની ધરપકડ કરી. પરિણીત પ્રેમિકાએ હત્યા કરવાનો ઇન્કાર કરતા બંને વચ્ચે ઝઘડો થયો અને આરોપીએ હત્યા કરીને ફરાર થઇ ગયો હતો. આરોપી રાજેસ્થાનના કોટામાં પોતાના મામા ના ઘરે છુપાયો હતો. અને ત્યાર બાદ ઓરિસ્સાના સોનપુર જતો રહ્યો હતો. જ્યાં મીઠાઈની દુકાનમાં કામ કરતો હતો. જેની બાતમી ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી.

હત્યા કેસની તપાસમાં સામે આવ્યું કે મૃતક મધુબેન અને આરોપી પંકજ નરોડા GIDCમાં અર્ચિત ઓર્ગેનીકસ કંપનીમાં નોકરી કરતા હતા. 2021માં બંન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. મધુબેન પરિણીત હતા અને તેમના 2 સંતાન હતા. બિહારનો પંકજ એકલો રહેતો હોવાથી મધુબેન અને તેમના પતિ અમરતભાઈ ડામોરએ પંકજને ઘરે રહેવા બોલાવ્યો હતો. આ દરમ્યાન મધુબેન અને પંકજને કઢંગી હાલતમાં અમરતભાઈ જોઈ ગયા હતા. અને ઘરેથી કાઢી મુક્યો હતો. આરોપી પોતાની બહેનના લગ્નમાં બિહાર ગયો હતો. અને ત્યાં એક યુવતી સાથે સગાઈ કરી લીધી હતી. જેની જાણ મધુબેન થતા તેને ઝઘડો કર્યો હતો. અને આરોપીને લગ્ન કરવા ભાગી જવા માટે દબાણ કર્યું હતું. જેથી આરોપી પોતાની સગાઈ તોડીને અમદાવાદ આવી ગયો હતો. પરંતુ મધુબેનએ આરોપીને લગ્ન કરવાનું ટાળ્યું હતું. જેથી આરોપીએ લગ્ન કરવા માટે દબાણ કરતા મધુબેનએ લગ્નનો ઇન્કાર કરી દીધો હતો. જેથી ઉશ્કેરાઈ ગયેલા પંકજએ મહિલાની હત્યા કરીને ફરાર થઇ ગયો હતો.

નરોડામાં મહિલાના હત્યા કેસનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલીને આરોપી પ્રેમીની ધરપકડ કરીને નરોડા પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરી. આ આરોપીને હત્યા બાદ કોને કોને મદદ કરી. અને ક્યાં ક્યાં નાસતો ફરતો હતો તે મુદ્દે વધુ પૂછપરછ શરૂ કરી છે.