અમદાવાદ મનપાની બાકી વેરાધારકો સામે કાર્યવાહી, 3500 એકમ સીલ
અમદાવાદઃ શહેરમાં બાકી વેરાધારકો સામે મહાનગરપાલિકાએ લાલ આંખ કરી છે. મનપાએ તમામ બાકી વેરાધારકો સામે કડક કાર્યવાહી કરી છે. જેમાં એક જ દિવસમાં 3500 જેટલી મિલકત સીલ મારી દેવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે દક્ષિણ ઝોનમાં સૌથી વધુ એકમ સીલ કરવામાં આવ્યા છે. દક્ષિણ ઝોનમાં 2560 એકમ સીલ કરવામાં આવ્યા છે. જ્યારે પશ્ચિમ ઝોનમાં 416, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 316 એકમ સીલ કર્યા છે. પૂર્વ ઝોનમાં 143 તો મધ્ય ઝોનમાં 60 એકમ સીલ મારવામાં આવ્યા છે.
નવરંગપુરાના કોમર્શિયલ એકમના પાણી અને ગટરના જોડાણ કાપી નાંખવામાં આવ્યા છે. બીજી તરફ, વસંત વિહાર સોસાયટીના કોમર્શિયલ એક સામે પણ મહાનગરપાલિકાએ કાર્યવાહી કરી છે.
પશ્ચિમ ઝોનમાં નવા વાડજ વિસ્તારમાં આવેલા ઠાકોરવાસમાં કોમર્શિયલ એકમનો 17.77 લાખ રૂપિયાનો વેરો બાકી હતો. મહત્વનું છે કે, આ સાથે જ મહાનગરપાલિકાએ 150 રહેણાંક વિસ્તારને નોટિસ ફટકારી છે.