December 17, 2024

અમદાવાદ લવ જેહાદ કેસ: આરોપીએ મેટ્રીમોનિયલ સાઇટ પર અનેક યુવતીઓને કરી હતી ટાર્ગેટ

મિહિર સોની, અમદાવાદ: અમદાવાદમાં લવ જેહાદ કેસમાં પકડાયેલા આરોપી શહેબાઝ ખાનની તપાસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે હવે તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ મેટ્રીમોનિયલ સાઇટ પર 100થી વધુ યુવતીઓને ટ્રાગેટ કરવા માટે સંપર્ક કર્યો હતો. રેલવે પોલીસે 4 રાજ્યોમાં ટીમો મોકલીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હવસખોર રોમિયોએ પ્રેમ અને લગ્નના નામે લવ જેહાદનો ખેલ ખેલ્યો.

લવ જેહાદ કેસમાં રેલવે પોલીસે પકડેલ આરોપી મોહમ્મદ શહેબાઝ ખાન વિરુદ્ધ વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં આરોપી શહેબાઝ એ પોતાની ઓળખ છૂપાવીને હિન્દુ નામ હર્ષિત ચૌધરી દર્શાવી અનેક હિન્દુ યુવતીઓને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું છે. આરોપી શહેબાઝ પાસે મળી આવેલ બનાવટી આધાર કાર્ડની તપાસ કરતા રાજસ્થાનના ભરતપુરનો રહેવાસી હર્ષિત જાદોણ નામના વ્યક્તિનું આધાર કાર્ડ હોવાનુ ખુલ્યું છે. જેથી હર્ષિતએ શહેબાઝ વિરુદ્ધ રેલવે પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો અને બે વર્ષ પહેલા હર્ષિત ભાઇનું આધાર કાર્ડની ફોટો કોપી ખોવાઈ ગયું હતું. તે સમયે શહેબાઝ હાથે લાગતાં તેણે છેડછાડ કરી બોગસ આધાર કાર્ડ બનાવ્યું હતું.

આરોપી શહેબાઝ જે મોબાઈલ નંબરનો ઉપયોગ કરે છે તે જમ્મુ કાશ્મીરનો હોવાનું સામે આવ્યું છે. જેથી રેલવે પોલીસએ જમ્મુ કશ્મીરમાં ક્યાંથી સીમકાર્ડ ખરીદી કરી ત્યાં સ્ટેટમેન્ટ લીધું છે. સાથે જ રેલવે પોલીસમાં આરોપીનાં ઘરે લેપટોપ કબજે કર્યું છે. જોકે આરોપીની પૂછપરછ લેપટોપ તૂટી ગયું હોવાથી ભંગારમાં આપ્યું હોવાનું જણાવ્યું હતું. હાલ રાજસ્થાન, જમ્મુ કાશ્મીર, દિલ્હી અને અલીગઢમાં રેલવે પોલીસની ટીમ મોકલી આરોપીની વધુ તપાસ શરૂ કરી.

રેલ્વે પોલીસે આરોપી શહેબાઝ ખાન એ શાદી ડોટ કોમ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જેની વિગતમાં ચોકાવનારી માહિતી સામે આવી છે. હવસ ખોર આરોપી શહેબાઝ ખાન એ વર્ષ 2021 થી અત્યાર સુધી શાદી ડોટ કોમ સાઈટ પર 100 થી વધુ યુવતીઓને ટાર્ગેટ કરી સંપર્કમાં હોવાનો ઘટસ્ફોટ થયો છે. જે પૈકી 40 જેટલી યુવતીઓને શાદી ડોટ કોમ વેબ સાઈડ પરથી મેસેજ કરી ચેટ રહ્યા હોવાના પુરાવા મળી આવ્યા છે. ત્યારે આરોપી શહેબાઝ ખાન એ હિન્દુ નામ હર્ષિત ચૌધરી નામે 15 થી વધુ હિન્દુ યુવતી સાથે પ્રેમ સબંધ બાંધી દુષ્કર્મ આચર્યું છે. જે તમામ મહિલાઓને ફરિયાદ કરવા રેલવે પોલીસ અપીલ કરી રહી છે.

રેલવે પોલીસની એક ટીમ દિલ્હી તપાસ શરૂ કરી છે કારણકે આરોપી શહેબાઝ એક યુવતીને દિલ્હી આર્મી ગેસ્ટ હાઉસમાં લઈ ને દુષ્કર્મ આચર્યું હતું જેથી શહેબાઝ આર્મી માં કોન્સ્ટેબલ તરીકે સસ્પેન્ડ થયેલ હોવા છતાં મેજર તરીકે ની ઓળખ આપી અને મેજર નું યુનિફોર્મ પહેરી ને ફરતો હતો. જે યુનિફોર્મ સહિત જરૂરી ડિજિટલ પુરાવા પોલીસે કબજે કર્યા છે સાથે જ આરોપી શહેબાઝ નાં વધુ 3 દિવસના રિમાન્ડ મળ્યા છે. જેથી રેલવે પોલીસે અલગ અલગ રાજ્યોમાં ટીમ મોકલી વધુ તપાસ શરૂ કરી છે.